મોરબી : શનાળાના ગ્રામજનોએ ચોટીલાના શહીદ પરિવારને રૂ.50 હજારનો ફાળો અર્પણ કર્યો

- text


 

વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ

મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના ઉદેશથી મોરબીના શકત શનાળાના ગ્રામજનોએ ફાળો એકત્ર કરીને ૫૦ હજારની રકમ શહીદ પરિવારને અર્પણ કરી દેશ પ્રત્યે કર્તવ્ય ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના કુંઢડા ગામના વતની ભાવેશ રાઠોડ ૩ વર્ષે પૂર્વે આર્મીમાં જોડાયા હતા અને આર્મીમાં ફરજ બજાવતા હોય તે દરમિયાન શ્રીનગર ખાતે આકસ્મિક બનાવથી શહીદ થતા નાનકડા ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. વીર જવાનની શહાદત બાદ તેમના પાર્થિવદેહને માદરે વતન લાવીને પુરા સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે દેશના વીર જવાનની શહાદત પ્રત્યે ઋણ અદા કરવા તેમજ તેના પરિવારને મદદરૂપ થવાના ઉદેશથી મોરબીના શનાળા ગ્રામજનોએ ફાળો એકત્ર કરવાનો નિર્ધાર કર્યો હતો અને ગ્રામજનોએ શહીદ પરિવાર પ્રત્યે કર્તવ્ય ભાવનાને ધ્યાને લઈને ગામમાંથી ૫૦ હજારનો ફાળો એકત્ર કર્યો હતો. જે ફાળો ગામના આગેવાનોએ શહીદ પરિવારને સોપ્યો છે. ગામના આગેવાનોએ શહીદ પરિવારને રૂબરૂ મળીને આર્થિક મદદ પહોંચાડી છે.

- text