મોરબીમાં ભારત અને પાક.વચ્ચેની મેચમાં સટ્ટો રમતો એક ઝડપાયો

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ગતરાત્રે ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા એક શખ્સને ઝડપી લીધો હતો .આ શખ્સની પૂછપરછમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી વર્લ્ડકપની ટુર્નામેન્ટમાં ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાઈ હતી.જેમાં ક્રિકેટના સટ્ટાનું દુષણ અટકાવમાં માટે મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરીની સુચનને પગલે ગતરાત્રે પીએસઆઈ એમ.વી.પટેલ તથા પો.કોન્સ રણજિતભાઈ ગઢવી અને ભરતભાઈ ખાભરા સહિતનો પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબીના રવાપર રોડ પર ધરતી ટાવર નીચે આવેલ બજરંગ પાનની દુકાન પાસે મોબાઈલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ક્રિકેટનો સટ્ટો રમતા આકાશ વાઘજીભાઈ કાસુન્દ્રા ઉ.વ.27ને રૂ .7200ની રોકડ તથા એક મોબાઈલ અને ક્રિકેટ સટ્ટાનું સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.આ શખ્સની પૂછપરછમાં હીમાંશુ દિલીપભાઈ પટેલ ક્રિકેટ સટ્ટો રમતો હોવાની કબૂલાત આપતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text