વાવાઝોડાની અસર વચ્ચે આશ્રિતોની જઠરાગ્નિ ઠારતું મોરબીનું જલારામ સેવા ટ્રસ્ટ

- text


સેવાભાવી આગેવાનો દ્વારા છેલ્લા 2 દિવસથી ચાલતી ભોજન વિતરણની અનન્ય સેવા

મોરબી : મોરબીના જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ગઈકાલ સાંજે અને આજે બપોરે વાયુ વાવાઝોડાને કારણે ન્યુ નવલખી અને વર્ષામેડી ખાતે સ્થળાંતર પામેલા લોકોને જમાડવામાં આવ્યા હતા.

સમગ્ર રાજ્યમાં વાયુ વાવાઝોડાને કારણે તટીય વિસ્તારના લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આવા સમયે આ લોકોને જમવાની સુવિધા પુરી પાડવા માટે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ગઈકાલ સાંજે અને આજે બપોરે ન્યુ નવલખી અને વર્ષામેડી ખાતે સ્થળાંતર પામેલા લોકોને જમાડવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, કાજલબેન ચંડીભમ્મર, ચિરાગ રાચ્છ, અનિલ સૌમૈયા, વિપુલ પંડીત સહિતના જલારામ મંદિરના અગ્રણીઓ સાથે ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજા, ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા તથા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ જોડાયા હતા.

- text

અત્રે નોંધનીય છે કે, જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા શબવાહિની, બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર, એમ્બ્યુલન્સ સેવા, વૈકુંઠરથ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી સેવાઓ કોઈ પણ નાત-જાતના ભેદભાવ વિના પૂરી પાડવામાં આવે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text