વાંકાનેરના બંધ કારખાનામાં પરણીતાની લાશ મળી : ગળેટુંપો દઈ હત્યા કર્યાનો ઘટસ્ફોટ

- text


પતિ પોલીસની શંકાના દાયરામાં

વાંકાનેર : વાંકાનેરની ઢુંવા ચોકડી પાસે આવેલ બંધ સીરામીક કારખાનામાંથી એક પરણીતાનો મૃતદેહ મળી આવ્યો છે.બાદમાં ફોરેન્સિક રિપોર્ટમાં આ પરણીતાને ગળેટુંપો દઈને હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે.હાલ તેણીનો પતિ પોલીસની શંકાના દાયરામાં હોવાનું જાણવા મળ્યું છે.વાંકાનેર નજીક ઢુંવા ચોકડી પાસે આવેલ બંધ હાલતમાં રહેલા સૂર્યા સીરામીક કારખાનાની ઓરડીમાંથી ગઈકાલે સાંજે પાંચ વાગ્યે મૂળ એમપીની લક્ષ્મીબેનબેન પીરુલાલ બાલાઈ ઉ.વ.25 નામની પરણીતાંનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસની પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ શંકાસ્પદ લાગતા વાંકાનેર પોલીસે આ બનાવનું સાચું કારણ જાણવા વાંકાનેર પોલીસે પરણીતાના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો હતો.જેમાં ફોરેન્સિક પીએમમાં ચોકવનારી વિગતો પ્રકાશમાં આવી હતી.અને પરણીતાના ગળાના ભાગે કાળું નિશાન હોવાથી ફોરેન્સીક પીએમમાં તેણીને ગળેટૂંપો આપી હત્યા કરાયાનો ધડાકો થયો છે.વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર મૃતક અને તેનો પતિ આ બંધ સીરામીકના કારખાનામાં રહીને સફાઈ કામ કરતા હતા.ગઈકાલે સાંજે કારખાનામાં સફાઈ કરીને પતિ પત્ની બને પોતાની ઓરડીએ ગયા હતા.બાદમાં તેના પતિએ પોતાની પત્ની બેભાન થઈ ગયાની કારખાનાના શેઠને વાત કરી હતી.બાદમાં આ આખો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.બનાવ સમયે ઓરડીમાં પતિપત્ની બે જ હાજર હોવાથી તેનો પતિ પોલીસના શંકાના દાયરામાં હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે વાંકાનેર પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું કે, આ બનાવ હત્યાનો છે અને હત્યાનો ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે.આ બનાવની વિવિધ દિશામાં તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text