ઓક્ટાપેડની કોન્ટેસ્ટમાં મોરબીનો યુવા કલાકાર દેશમાં પ્રથમ

- text


ઇલેક્ટ્રિક ડ્રમની લુપ કોન્ટેસ્ટમાં વોટિંગ દ્વારા મોરબીના યુવાને મેળવ્યો હતો ફાઇનલમાં પ્રવેશ

મોરબી : મોરબી શહેરમાં ઘણા યુવા કલાકારો પોતાની કાબેલિયતથી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો પરચમ લહેરાવી ચુક્યા છે ત્યારે તાજેતરમાં રોલેન્ડ ઓક્ટાપેડ નામના ઇલેક્ટ્રિક ડ્રમ વાદ્યની ઓલ ઇન્ડિયા લેવલની લુપ કોન્ટેસ્ટમાં મોરબીના યુવાને પ્રથમ આવી મોરબી સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

તાજેતરમાં રોલેન્ડ ઓક્ટોપેડની ઓલ ઇન્ડિયા લેવલની લુપ કોન્ટેસ્ટ યોજાઈ હતી. આ કોન્ટેસ્ટમાં દેશભરના સંગીત વાદ્ય કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં મોરબીના ભાવિક ગજ્જરે કોન્ટેસ્ટના વોટિંગમાં ભારે વોટિંગ પર્સેન્ટેજથી એન્ટ્રી મેળવી હતી. ત્યાર બાદ આ કોન્ટેસ્ટના જજ મંજૂથજી, તુષાર બેનર્જી, વર્લ્ડ બેસ્ટ ડ્રમર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા મી.શિવમણી સમક્ષ ફાઇનલ પરફોર્મન્સ આપવાનું હતું. જેમાં મોરબીના યુવા સંગીત વાદ્ય કલાકાર ભાવિકે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ રજૂ કરતા તમામ જજોની બહુમતીથી ભવિકને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કોન્ટેસ્ટમાં ભારતના વિશ્વ પ્રસિદ્ધ એવા સંગીતકાર એ.આર.રહેમાન તેમજ તબલવાદક ઝાકીર હુસેને પણ ભાવિકના પર્ફોર્મન્સને વધાવ્યું હતું.ભાવિક ગજ્જરની આ સિદ્ધિ બદલ એમના પર ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text