મોરબીમાં મહિલાની નગ્ન હાલતમાં સળગેલી લાશ મળી

- text


 

મહિલાની ઓળખ મેળવવા તેમજ બનાવની હકીકત જાણવા બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

મોરબી : મોરબીના સર્કિટ હાઉસ પાછળના વિસ્તારમાથી આજે સાંજના સમયે એક અજાણી મહિલાની નગ્ન હાલતમાં સળગેલી લાશ મળી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે હાલ બી ડિવિઝન પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સર્કિટ હાઉસ પાસે આવેલા બાલાજી વેફર્સના ગોડાઉનની પાછળના ભાગે સવાભાઈ વશરામભાઈ નામના વ્યક્તિના મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. આ મકાન પાસેથી આજે સાંજના 7 વાગ્યાના અરસામાં એક અજાણી મહિલાની નગ્ન હાલતમાં સળગેલી લાશ મળી છે. આ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

હાલ આ લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે. હાલ આ મામલે બી ડિવિઝન પોલીસે મહિલાની ઓળખ મેળવવા તેમજ આ બનાવની હકીકત મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બી ડિવિઝનના પીએસઆઈ બી.યુ. સોઢા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

- text