મોરબી જિલ્લાની 761 આંગણવાડીમાં બાળકોની સલામતી રામભરોશે

- text


ચાર વર્ષ પહેલાં નાખેલા ફાયર સેફટીના સાધનો નકામા બન્યા

કદાચ આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાવાનો ભય : તંત્ર જાગશે ખરું?

મોરબી : મોરબી જિલ્લામાં ચાલતી ૭૬૧ આંગણવાડીમાં હજારોની સંખ્યા બાળકો આવે છે જયારે તેમને અભ્યાસ સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અહી આવતા બાળકોના જીવ પર જોખમ રહેલુ છે અકસ્માતે આગની ઘટના લાગે તો તેને બુઝાવવા અને બાળકોને હેમખેમ બહાર કાઢવા આંગણવાડી કાર્યકરોને કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં નથી આવી જોકે આ આંગણવાડીમાં ૪ વર્ષ પહેલા લગાવવમાં આવેલા ફાયર એક્સીન્ગ્યુસર પણ આઉટ ડેટ થઈ ગયા છે. તેથી આગ લાગે તો મોટી દુર્ઘટના થવાનો ભય ઝળુંબી રહ્યો છે.

મોરબી જિલ્લામાં કાર્યરત ૭૬૧ આંગણવાડીમાં હજારોની સંખ્યામાં ૫ વર્ષ સુધીના બાળકો જતા હોય છે .આંગણવાડી કાર્યકર દ્વારા જ ગેસ સીલીન્ડર પર રસોઈ બનાવી બાળકોને પીરસવાની હોય છે.કેટલીક આંગણવાડીમાં અલગ રસોઈ રૂમની સગવડ છે તો છેવાડાના કેટલીક આંગણવાડી એવી છે જ્યાં બાળકો એક રૂમમાં અભ્યાસ કરે છે અને નજીકમાં તેમના માટે રસોઈ બનતી હોય છે.રસોઈ સમયે ગેસ લીકેજ થવાને કારણે અથવા ઇલેક્ટ્રિક શોક સર્કીટ કેટ અન્ય કોઈ કારણસર આંગણવાડીમાં આગ લાગવાની શક્યતા રહેલી છે.અને નાના બાળકો હોવાથી તેમના પર જોખમ પણ વધુ રહેલું છે આવા સમયે આગથી બચાવવાનું કામ ખુબ મુશ્કેલ બની જતું હોય છે.રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા રાજ્યભરની આંગણવાડીમાં ૨૦૧૫ના વર્ષમાં ફાયર એક્સીન્ગ્યુસર લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જેના ભાગરૂપે સરકાર દ્વરા નિયુક્ત કરાયેલી એજન્સી દ્વારા આ ફાયર એક્સીન્ગ્યુસર લગાવામાં આવ્યા હતા જોકે તે સમયે તેમજ આજદિન સુધી મોટા ભાગની આંગણવાડી બહેનોને ઈમરજન્સીના સમયમાં તેનો ઉપયોગ કેમ કરવો તે અંગે કોઈ માહિતી કે તાલીમ જ આપવામાં ન આવી હોવાનું બહાર આવ્યું છે.સામાન્ય રીતે ફાયર એક્સીન્ગ્યુસર એકથી દોઢ વર્ષમાં તેની વેલેડીટી પૂર્ણ થઇ જતી હોય છે જોકે મોરબી જિલ્લામાં ૪ વર્ષ કરતા પણ વધુ સમય થવા છતાં તેના રીફીલીંગ વિશે સરકાર દ્વારા વિચાર કરવામાં આવ્યો નથી સુરતમાં બનેલી દુર્ઘટના બાદ એક તરફ સરકાર ટ્યુશન કલાસીસ અને સરકારી સંસ્થાના બાળકોની સુરક્ષામાટે પગલા ભરી રહી છે પણ સાથે સાથે આંગણવાડીમાં પણ વર્ષોથી આઉટ ડેટ થઈ ગયેલા ફાયર એક્સીન્ગ્યુસર રીફીલ્ન્ગ કરે તે જરૂરી છે

- text

મોરબીની આંગણવાડીમાં અપાયેલ ફાયર એક્સીન્ગ્યુસરના વપરાશની તાલીમ, અને તેના જરૂરી માહિતી આપવામાં આવી નથી તેમજ ફાયર એક્સીન્ગ્યુસર રીફીલીંગ,કરવા કે નવા ફાયર એક્સીન્ગ્યુસર આપવા તે અંગે પણ કોઈ સત્તાકે ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી આ અંગે અમે પત્ર લખી રજૂઆત કરી છે તેમ મોરબી જિલ્લા આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે જણાવ્યું હતું.

- text