ગાળા ગામે રવિવારે નિઃશુલ્ક નેત્ર યજ્ઞનું આયોજન

- text


ટાંકા વગર મોતિયા બિંદના ઓપરેશન ફૅકો મશીન દ્વારા વિના મૂલ્યે કરાશે

મોરબી : શ્રી રામકૃષ્ણ આશ્રમ તથા શ્રી સિધ્ધ ગાયત્રી શકિતપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન જિલ્લાના ગાળા ગામે તા. 5/5/2019ને રવિવારે સવારે 9 થી 12 દરમિયાન કરવામાં આવ્યું છે. ગાયત્રી ઉપાસક પૂ. શ્રી સ્વરૂપાનંદજીની નિશ્રામાં આ કેમ્પનું આયોજન થયું છે.

આ કેમ્પમાં મોતીયાના દર્દીઓનું શ્રી રામકૃષ્ણ મેડિકલ સેન્ટર, વિવેકાનંદ આઇ કેર વિભાગ (આંખની હોસ્પિટલ)માં વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. રાજકોટનાં નિષ્ણાંત સર્જનો ડૉ. ઋષિત શેઠ, ડૉ. કેરૂલ મારસોણિયા તેમજ ડૉ. તન્વી મડીયા સેવા આપશે તથા આ કેમ્પમાં વિનામૂલ્યે ફેકો મશીનથી ટાંકા વગરના મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકવામાં આવશે. પ્રાથમિક શાળા, ગાળા ગામ મુકામે આયોજિત આ કેમ્પમાં નામ નોંધાવવા હિતેશભાઇ કાચરોલા મો.નં. 9925001360 પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે. આ કેમ્પમાં ચશ્માનાં નંબરની તપાસ થઇ શકશે નહીં. વિશેષ માહિતી માટે મનોજભાઈ આચાર્યનો સંપર્ક મો.નં. 9824417344 પર કરી શકાય છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text