મોરબી જિલ્લામા ૩૧મે સુધી કલમ ૧૪૪ લાગુ, અધિક જિલ્લા કલેકટરનું જાહેરનામુ

- text


મંજુરી વિના ચાર કરતા વધુ વ્યકિતઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ

મોરબી : ચાલુ માસમા મોરબી જિલ્લામાં જુદા-જુદા સમાજના વિવિધ હોદેદારો રાજયભરમાં પ્રવાસ કરી રહેલ હોય તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવતા હોય તેમજ આમ જનતા દવારા સભા, સરઘસ, આંદોલન, રેલીની શકયતાઓ હોય, મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન.પી.જોષી દ્વારા ૩૧મે સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) થી મળેલ અધિકારની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧-૦૫-૨૦૧૯સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે કે ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવા પર અથવા કોઇ સભા ભરવા પર અને કોઇ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે આ હુકમ સરકાર દ્વારા આયોજીત કોઈપણ કાર્યક્રમને , સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ શિક્ષાપાત્ર થશે. તેમ જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text