મોરબી : એસ ટી બસો ચુંટણી ફરજ પર મુકાતા ખાનગી વાહનોમાં ઉધાડી લુંટ

- text


ખાનગી વાહન ચાલકો મનમાની ચલાવીને મુસાફરો સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાની ફરિયાદ

મોરબી:મોરબીમાં એસટી બસો ચુંટણી ફરજ પર મુકાતા લોકોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.તકનો લાભ ઉઠાવીને કેટલાક ખાનગી વાહન ચાલકો ઉઘાડી લૂંટ ચલાવતા ઘણા મુસાફરો લૂંટાઇ રહ્યા છે.જોકે ખાનગી વાહન ચાલકો મનમાની ચલાવીને મુસાફરો સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

- text

લોકસભાની આવતીકાલે ચૂંટણી છે.તેથી ચૂંટણીની કામગીરી માટે એસટી બસોને ફાળવી દેવામાં આવી છે.આથી મુસાફરોને ના છૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે.આ તકનો લાભ ઉઠાવીને કેટલાક ખાનગી વાહન ચાલકો મુસાફરીના ભાડામાં મો માગ્યા દામ વસૂલી રહ્યાની ફરિયાદ ઉઠી છે.મુસાફરોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ મોરબીથી રાજકોટ ચાલતા વાહન ચાલકો દ્વારા મોરબીથી ટંકારાના જ ૫૦ રૂપિયા તો રાજકોટના ૬૦-૭૦ થી વધુ ભાડુ વસુલી કરી ખુલ્લેઆમ ઉધાડી લુંટ ચલાવવામાં આવી રહી હતી. મુસાફરો દ્વારા વાહન ચાલકોને ભાડાની રકઝક કરતા ભાડું તો આ જ છે નહિતર બસમાં જતા રહ્યો તેમ કહી નીચે ઉતારી દઈ ગેરવર્તણુંક કરવાની ઘટનાઓ પણ સામે આવી હતી અનેક મુસાફરો બસના અભાવે રઝળી પડતા વાહનચાલકોએ મનમાની કરી ઉધાડીલુંટ ચલાવવાની લોકફરિયાદ ઉઠી હતી

- text