મોરબી : 23મીએ પ્રસિદ્ધ નાટક ભારત ભાગ્ય વિધાતાનું મંચન

- text


ગાંધીજીના 150માં જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ નાટક યોજાશે

મોરબી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત રાજ્ય અને શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા તારીખ 23ને મંગળવારે રાત્રે 9 વાગ્યે ત્રિ મંદિર, નવલખી રોડ, મોરબી ખાતે ભારત ભાગ્ય વિધાતાનું મંચન થશે.

આ નાટક ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી યોજાશે, જેના લેખક પ્રકાશ કાપડિયા, દિગ્દર્શક રાજેશ જોશી અને સૂત્રધાર ધર્મેશ મહેતા છે. આ નાટકમાં 5 વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે પ્રવેશ નથી. આ નાટક જોવા માટેની ટિકિટ માટે 8160742220 અને 9974123800 પર સંપર્ક કરવા માટે જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text