મોરબીના જુના ખારચિયા ગામે ચકચારી ખૂન કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો

- text


પુરાવાના અભાવે કોર્ટે બન્ને આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા

મોરબી : મોરબી તાલુકાના જુના ખારચિયા ગામે માર્ચ 2016માં સસલાંનો શિકાર નહિ કરવા બાબતે બબાલ થયા બાદ યુવાનની થયેલી કરપીણ હત્યાના બનાવમાં બચાવ પક્ષના વકીલની ધરધાર દલીલો અને પુરાવાના અભાવે કોર્ટે આ ખૂન કેસના બન્ને આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના ખારચિયા ગામે રહેતા જયદેવસિંહ ઉર્ફે હકુભા વિક્રમસિંહ જાડેજાની માર્ચ 2016માં તીક્ષીણ હથિયારોના ધા ઝીકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી.બાદમાં તેમના પત્ની નિરુબા જયદેવસિંહ જાડેજાએ મોરબી તાલુકા પોલીસમાં પતિની હત્યાની ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે જેતે સમયે તાલુકા પોલીસે આ બનાવની તપાસ કરીને આરોપીઓ પ્રભુ બાબુ કોળી અને શિવા દિનેશ સુરેલાની ધરપકડ કરી હતી.આ બનાવમાં આરોપીઓ પક્ષે મોરબીના ધારાશાસ્ત્રી દિલીપ અગેચણિયા રોકાયા હતા. જોકે આ બનાવમાં તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, મૃતકે સસલાંનો શિકાર નહિ કરવાનું કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈને તેમની હત્યા કરી નાખી હતી. આ કેસમાં સાહેદોની ઉલટ તપાસ બાદ વકીલે દલીલ કરી હતી કે આ હત્યાના બનાવ કોઈએ નજરે જોયો નથી. અને કોઈ પુરાવા વગર તપાસ કરનારે માત્ર નિવેદનો લઈને આરોપીઓને ખોટી રીતે ફિટ કરી દીધા છે.ત્યારે મોટાભાગના સાહેદોએ પોતાના નિવેદનોથી વિપરીત જુબાની આપી હતી.આથી આરોપીઓ પક્ષે તેમણે મોરબી ડિસ્ટ્રીક એન્ડ સેન્સસ જજની કોર્ટમાં ધારદાર દલીલો કરતા કોર્ટે આ હત્યાના બનાવમાં બન્ને આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવાનો આદેશ આપ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text