મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે સાંભળો શ્રીમતી ડી.પી.કડીવારને

- text


મહેમાન ઓ વ્હાલા શોમાં શાળા કોલેજોમાં મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરનાર ડી.પી.કડીવાર સાથે આર.જે.રવિ સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરૂ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે મહેમાનો ઓ વ્હાલા શો હેઠળ એ.ઇ.આઇ. શ્રીમતી ડી.પી.કડીવાર મહેમાન બનશે. તેઓ લોકસભાની ચૂંટણી અર્થે શાળા કોલેજોમાં જઈ મતદાર જાગૃતિના કાર્યક્રમો કરીને મતદારોને જાગૃત કરવાનો સુંદર પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે મોરબી રેડોયો પર તેમની સાથે આર.જે રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો પોતાનો રેડિયો શરૂ કરવામાં આવ્યો છે. આ મોરબી રેડોયોના માધ્યમથી લોકો જુદાજુદા ક્ષેત્રે યોગદાન આપનાર અગણિત પ્રતિભાઓ વિશે માહિતી મેળવી તેમના કાર્યો થકી પ્રેરણા મેળવી શકે તે માટે દરરોજ રાત્રીના 9 થી 10 વાગ્યા દરમ્યાન મહેમાનો ઓ વ્હાલા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ ક્ષેત્રના મહાનુભવોને બોલાવીને તેમના જીવનની રસપ્રદ વાતો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે આજે સોમવારે રાત્રે 9 થી 10 દરમ્યાન મોરબી રેડિયો પર મહેમાનો ઓ વ્હાલા કાર્યક્રમ હેઠળ મોરબીના આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સપેક્ટર શ્રીમતી ડી.પી.કડીવાર મહેમાન બનશે. તેમણે લોકસભાની ચૂંટણીના અનુસંધાને મોરબીની વિવિધ શાળા કોલેજોમાં જઈને અનેકવિધ મતદાર જાગૃતિના કાર્યક્રમો કર્યા છે અને તંદુરસ્ત લોકશાહીના નિર્માણ માટે લોકો નિષ્પક્ષ અને ભયમુક્ત બનીને મતદાન કરવા જાગૃત થાય તે માટે અનેક મતદારોને જાગૃત કરીને શપથ લેવડાવ્યા છે. ત્યારે આજે મોરબી રેડીયો પર રાત્રે 9 થી 10 અને રિપીટ ટેલિકાસ્ટ બીજા દિવસે સવારે 11 થી 12 સાંભળવાનું ચૂકતા નહિ.

- text

DP Kadivar

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text