મોરબીમાં રૂ. ૯૦ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો પકડાઈ : એકની ધરપકડ

- text


એસઓજી ટીમની કાર્યવાહી : શખ્સ અગાઉ પણ નોટબંધી વખતે રૂ. ૩૦ લાખની જૂની નોટ સાથે પોલીસની ઝપટે ચડ્યો ‘તો

મોરબી : મોરબીમાં રૂ. ૯૦ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે એક શખ્સને એસઓજીની ટીમે પકડી પાડ્યો છે. આ શખ્સ પાસેથી ડુપ્લીકેટ નોટો આવી ક્યાંથી અને તેને અત્યાર સુધીમાં માર્કેટમાં કેટલી જાલી નોટો ઘુસાડી છે એ મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એસઓજી ટીમે સેન્ટમેરી સ્કૂલથી આગળ રેલવે પાટાની આગળ મનીષ મંગળભાઈ પટેલ ઉ.વ. ૩૧ રહે. હાલ કૃષ્ણનગર-૨, ગાયત્રીનગર પાસે, વાવડી રોડ, મોરબી મૂળ રહે. સોખડા તા. વિજાપુર જી. મહેસાણાવાળાને ૨ હજારની ૪૦ નંગ અને ૧૦૦ની ૧૦૦ નંગ મળી કુલ રૂ. ૯૦ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે પકડી પાડ્યો છે.

- text

જાલી નોટ સાથે પકડાયેલો આ શખ્સ આંગડિયા પેઢીનો પૂર્વ કર્મચારી છે. અગાઉ તે નોટબંધી વખતે પણ મોરબીમાં રૂ. ૩૦ લાખની જૂની નોટ સાથે પકડાયો હતો. એસઓજીએ આ શખ્સને એ ડિવિઝન પોલીસને સોંપી તેની સામે ગુનો નોંધાવીને તેને આ જાલી નોટો ક્યાંથી મેળવી અને અગાઉ કેટલી નોટો વાપરી છે તે દિશામાં તપાસ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text