મોરબી મતદાર વિભાગની મુલાકાત લેતા ખર્ચના ઓબ્ઝર્વર

- text


જિલ્લા કલેકટર અને ડીડીઓ પાસેથી મતદાન વિભાગ અંગેની માહિતી માંગીને જરૂરી ચર્ચા વિચારણા કરી

મોરબી : લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ૧-કચ્છ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગ માટે ખર્ચના ઓબ્ઝર્વર તરીકે બી. રમન્જાનેયુલુની નિમણુક કરવામાં આવી છે. જેઓએ આજે ખર્ચની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગની મુલાકાત પણ લીધી હતી.

ખર્ચ ઓબ્ઝર્વર બી. રમન્જાનેયુલુ (IRS-2007)એ મોરબી સરકિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહી જિલ્લા ચૂંટણી અધિકારી આર.જે. માકડીયા અને ખર્ચના નોડલ અધિકારી એસ. એમ. ખટાણા સાથે બેઠક યોજી હતી. તેમણે આ તકે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ૧-કચ્છ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગની વિગતવાર ચર્ચા કરી જરૂરી માહિતી મેળવી હતી. બેઠક બાદ ઓબ્ઝર્વરે મોરબી પ્રાંત કચેરીની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનિય છે કે ખર્ચની દ્રષ્ટિએ મોરબી વિધાનસભા બેઠક સંવેદનશીલ માનવામા આવી રહી છે. ત્યારે અહીં ખર્ચ પર ચાંપતી નજર રાખવા માટે તંત્ર સજ્જ થયું છે.

- text

આ પ્રસંગે પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.એસ.ગઢવી, મદદનીશ ચૂંટણી ઓફીસર એસ.જે.ખાચર, મામલતદાર ડી.જે.જાડેજા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text