મોરબી : શહેરમાંથી કચરો ઉઠાવી સામાજિક કાર્યકરોએ પાલિકામાં ઠાલવી રોષ ઠાલવ્યો

- text


શહેરભરમાં ખડકાયેલા કચરાના ગંજ મામલે તંત્રની અક્ષમ્ય બેદરકારીના કારણે સામાજિક કાર્યકરોએ કચરો ઠાલવવાની સાથે કચરાથી સ્નાન કરી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો

મોરબી : મોરબીમાં ઠેરઠેર ખડકાયેલા કચરાના ગંજ મામલે પાલિકા તંત્રએ અક્ષમ્ય બેદરકારી દાખવતા સામાજિક કાર્યકરો વિફર્યા હતા.અને આજે સામાજિક કાર્યકરોએ શહેરમાંથી કચરો એકઠો કરી તંત્રને ગંદકીની અહેસાસ કરાવવા આ કચરો પાલિકા કચેરીમાં ઠાલવી દીધો હતો.તેમજ કચરાથી જ સ્નાન કરીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ પ્રશ્નનું નિરાકરણ ન આવે તો આનાથી પણ વધુ જલદ આદોલન કરવાની ચીમકી આપી હતી.

મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત સફાઈના અભાવે કચરાની સમસ્યા વકરી ગઈ છે અને સફાઈના અભાવે ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા છે.તેથી બેસુમાર ગંદકી ફેલાય રહી છે.મુખ્ય બજારો સહિતના વિસ્તારો આ કચરાના ગંજથી ગંદકી ફેલાવાથી વેપારીઓ સહિતના સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.ત્યારે શહેરીજનોની પ્રાથીમક સુવિધાના પ્રશ્ને લડત ચલાવતા શહેરના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાભણીયા,મુસભાઈ અને જીજ્ઞેશભાઈ પંડયાએ અગાઉ પાલિકા તંત્રને લેખિત રજુઆત કરીને જો તા.27 માર્ચ સુધીમાં કચરાના પ્રશ્નનું નિરાકરણ ન આવે તો શહેરભરની કચરાની ગંદકી પાલિકા કચરીમાં ઠાલવાની ચીમકી આપી હતી.

- text

સામાજિક કાર્યકરોએ આ ગંભીર સમસ્યા બાબતે અલ્ટીમેટલ આપ્યું હોવા છતાં દરેક વખતની માફક પાલિકા તંત્રએ હમ નહિ સુધરેગેની નીતિ બરકરાર રાખી શહેરમાં સફાઈ પ્રશ્ને જરાય ધ્યાન ન આપતા કચરાના ગંજ યથાવત રહેતા સામાજિક કાર્યકરો વિફર્યા હતા અને અગાઉ આપેલા અલ્ટીમેટમ મુજબ સામાજિક કરીકરોએ શહેરભરનો કચરો આજે સવારથી એકત્ર કર્યો હતો.જેમાં શહેરના સુપર માર્કેટથી ગાંધીચોક, નહેરુગેટ, પરાબજાર, ગાંધીજીના બાવલા સુધી કચરો લારીમાં એકઠો કરી પાલિકા કચેરીમાં ઠાલવી દીધો હતો.શહેરભરની ગંદકી પાલિકામાં ઠાલવતા અધિકારોઓ અને કર્મચારીઓ મુસીબતમાં મુકાય ગયા હતા.અને બેસુમાર ગંદકીથી નાકે રૂમાલ રાખવો પડ્યો હતો.જોકો એકદમ સ્વચ્છ રહેતી પાલિકા કચેરી આ કચર્સના ગંજથી ગંદી બની ગઈ હતી.આ મામલે સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે , શહેરીજનોને કચરાના ગંજથી હાલાકી ભોગવવી પડે છે તેની તંત્રની પ્રતીતિ કરાવવા તથા કચરાના ગંજ પ્રત્યે તંત્રને ફરજનું ભાન કરાવવા આ કચરાના ગંજ પાલિકામાં ઠાલવી દીધા હતા અને કચરાથી જ સ્નાન કરીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.જોકે આ સમયે ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હતા.આથી સામાજિક કાર્યકરોએ પાલિકા તંત્રને આવેદન આપી શહેરભરમાં સર્જાયેલી કચરાની ગંદકી મામલે તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાથી તત્રને જવાબદારીનું ભાન કરાવવા કચરો પાલિકામાં ઠાલવવાની ફરજ પડી હોવાનું જણાવી હજુ પણ તંત્ર નહી સુધરે તો આનાથી પણ વધુ ઉગ્ર આદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text