મોરબી : સફાઈ કામદારોની ખોટી હાજરી પૂરતા ઝોન ઇન્ચાર્જને નોટિસ ફટકારાઈ

- text


પાલિકા પ્રમુખે હાથ ધરેલા ઓચિંતા ચેકીંગમા ૧૦ કામદારોની હાજરી પુરાયેલી પરંતુ ફરજ સ્થળે ગેરહાજર જોવા મળ્યા

મોરબી : મોરબી પાલિકાના સફાઈ કામદારોની ખોટી હાજરી પૂરતા ઝોન ઇન્ચાર્જને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં ઝોન ઇન્ચાર્જને ચાર દિવસમાં લેખિત જવાબ આપવાનો આદેશ પણ કરવામા આવ્યો છે.

મોરબી નગરપાલિકાના પ્રમુખ કેતનભાઈ વિલપરા દ્વારા ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગમા ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રજીસ્ટરમાં હાજરી પુરેલા ૧૦ સફાઈ કામદારો ફરજ સ્થળે ગેરહાજર જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે ત્વરિત કાર્યવાહી કરવા માટે પાલિકાના પ્રમુખ કેતનભાઈ વિલપરાએ સંબંધિત વિભાગને આદેશ આપ્યો હતો.

- text

પાલિકા પ્રમુખના ઓચિંતા ચેકીંગમાં કારણે ઝોન ઇન્ચાર્જ સફાઈ કામદારોની ખોટી હાજરી પૂરતા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ઝોન ઇન્ચાર્જ પ્રફુલ મગનલાલને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમા ઝોન ઇન્ચાર્જને દિવસ ચારમાં લેખિત જવાબ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text