મોરબીમાં દેશી દારૂનો વ્યવસાય કરતી મહિલાને જિલ્લા હદપાર કરાઈ

- text


દેશી દારૂના વ્યવસાય સાથે જોડાયેલ મહિલા સામે પાંચ જિલ્લાએ હદપારના હુકમ કર્યા

મોરબી : લોકસભાની ચૂંટણી સંદર્ભે આચારસંહિતા અમલમાં આવતા પોલીસ તેમજ વહીવટી વિભાગ દ્વારા સંકલન સાધીને જિલ્લા હદપારી તેમજ પાસાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જે અંતર્ગત આજે મોરબીની એક મહિલાને જિલ્લા હદપાર કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી સંદર્ભે અમલમાં આવેલ આચારસંહિતાનો ભંગ ન થાય તેમજ ચૂંટણી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે પાસા તેમજ જિલ્લા હદપારીના હુકમો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આજરોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરામા રહેતા અને દેશી દારૂના વ્યવસાય કરતા નિમુબેન રમેશભાઈ ભોજવીયાની અટકાયત કરીને એસડીએમ દ્વારા ઇસ્યુ થયેલ જિલ્લા હદપારી હુકમની બજવણી કરી છે.

- text

નોંધનીય છે કે આ મહિલા આરોપીને રાજકોટ શહેર જિલ્લા, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છમા પણ જિલ્લા હદપાર કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાંથી પણ એક વર્ષ માટે જિલ્લા હદપાર કરીને પાટણ મોકલવામાં આવી છે.

- text