મોરબીના વધુ એક વાહનધારક રાજકોટના આઈ વે પ્રોજેક્ટના છબરડાનો ભોગ બન્યા

- text


વારંવાર ખોટા ઇ ચલાણ ઇસ્યુ થતા આઈ વે પ્રોજેકટની વિશ્વસનીયતા સામે સવાલો ઉભા થયા

મોરબી : રાજકોટમાં મુખ્યમાર્ગો તેમજ ચોંકમાં આઈ વે પ્રોજેકટ અંતર્ગત સી.સી.ટી.વી. કેમેરા લગાવીને ખાસ કન્ટ્રોલરૂમ ઉભો કરી તેનું મોનીટરીંગ કરાય છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઘેર બેઠા ઇ ચલાણ ઇસ્યુ થાય છે. જેમાં ટ્રાફિક નિયમ ભંગ કરતા સમયનો ફોટો દર્શાવવામાં આવે છે. તારીખ, સમય અને સ્થળની જાણકારીની સાથે ક્યાં નિયમભંગ હેઠળ ચલાણ ઇસ્યુ થયું છે તેની સંપૂર્ણ વિગતો પણ દર્શાવાય છે. આમ છતાં પાછલા થોડા મહિનાઓથી આ વ્યવસ્થા હેઠળ દંડિત વાહન ચાલકોને મોકલવામાં આવતા મેમોમાં ગંભીર છબરડા થવા લાગતા નિર્દોષ વાહન ચાલકોને કમસેકમ એક વાર તો ટ્રાફિકબ્રાન્ચની કચેરીએ દોડાદોડી થઈ જ પડે છે. ટ્રાફિક બ્રાન્ચ પાસે આવા ઘણા કેસો આવવા છતાં હજુ સુધી સિસ્ટમમાં ક્યાં ચૂંક થાય છે તે શોધી શકાયું નથી.

- text

આવો જ એક કિસ્સો રંગપરના જયપાલસિંહ અનિરૂઘ્ધસિંહ ઝાલાનો છે. ખાસ બાબત એ છે કે આ વાહન ચાલકને આ રીતે બીજી વાર ખોટો ઇ મેમો ફટકારાયો છે. ગત નવેમ્બર 2018માં 100 રૂપિયાનો મેમો મળ્યો હતો અને તાજેતરમાં 300 રૂપિયાનો મેમો મળ્યો છે. જયપાલસિંહ પાસે GJ 03 FQ 9135 નંબરનું સ્પેન્ડર મોટરસાયકલ છે અને ક્યારેય તેઓ બાઈક લઈને રાજકોટ ગયા પણ નથી આમ છતાં તેઓને એક્ટિવા સ્કુટરના ફોટા વાળો ઇ મેમો મળ્યો છે.

 

આઈ વે પ્રોજેકટ હેઠળ સારી કામગીરી બતાવવાને બદલે સાચી કામગીરી બતાવાય તે લોકહિતમાં રહેશે તેવું ખોટી રીતે દંડાતા વાહન ચાલકો આક્રોશ સાથે જણાવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text