મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં યોજાયો ઉમા સ્નેહોત્સવ : દર્શકોની હકડેઠઠ ભીડ જામી

- text


સમાજને સંદેશ આપતી બાળકોની કૃતિઓ નિહાળી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ દ્વારા ઉમા સ્નેહોત્સવ યોજાયો હતો. જેમા ગણપતિ, મહાદેવ, સરસ્વતી અને હનુમાનની સ્તુતિ વિદ્યાર્થીઓએ રજુ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ સ્નેહોત્સવમાં બાળકોએ સંદેશ આપતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમને નિહાળવા દર્શકોની હકડેઠઠ ભીડ જામી હતી.

કાર્યક્રમમાં મોરબીની ઘણી શાળાઓના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્નેહોત્સવમાં માત્ર ડાન્સ જ નહીં પણ દરેક કૃતિમાંથી કંઈક ને કંઈક સમાજને મેસેજ મળે તે પ્રકારની કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં ઝાંસીકી રાણી, પુલવામાં એટેક, ઉમા થીમ, નવદુર્ગા, લાઈટ ડાન્સ, લાડલી, શિવાજી નાટક વગેરે જેવી કૃતિઓ તમામ લોકો એક ચિત્તે જોતા રહી ગયા હતા.

- text

આ કાર્યક્રમ આશરે ૮,૫૦૦ થી પણ વધુ લોકોએ નિહાળ્યો હતો. આ સાથે કેજી તથા ધોરણ ૧ થી ૯ તેમજ બોર્ડની પરીક્ષા ધો. ૧૦ અને ૧૨ માં ઉત્કૃષ્ટ દેખાવ કરી નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમા વિદ્યા સંકુલના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. તે બદલ પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તથા પ્રિન્સિપાલ હિતેષભાઈ સોરીયાએ તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text