મોરબીના બ્રહ્મસમાજના સમૂહલગ્ન યોજાયા

- text


બે યુગલો લગ્નગ્રંથિથી જોડાયા : બ્રહ્મ સમાજના 13 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા

મોરબી : મોરબીમાં બ્રહ્મ સમાજના સમૂહલગ્ન યોજાયા હતા.જેમાં બ્રહ્મ સમાજના 2 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડીને દામ્પત્ય જીવનનો શુભારંભ કર્યો હતો.જયારે બ્રહ્મ સમાજના 13 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા.

સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા તાજેતરમાં રત્નકલા એક્સપોર્ટ ગ્રાઉન્ડ, સમય ગેટની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે બ્રહ્મ સમાજના સમૂહલગ્ન અને સમાજના બટુકોના યજ્ઞોપવિત ધારણ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બ્રહ્મ સમાજના 2 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તેમજ સમાજના 13 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. શાસ્ત્રી વિપુલભાઈ શુકલે માંગલિક વિધિ કરાવી હતી.આ પ્રસંગે સંતો મહંતો સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.સમાજના મહાનુભાવોએ સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધીને ઉતરોતર પ્રગતિ કરી સમાજનું નામ રોશન કરવાની હાકલ કરી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

patel ma

- text