મોરબી : નિમિત પ્રિ સ્કૂલના વાર્ષિકોત્સવમાં ભૂલકાઓની કૃતિઓ નિહાળી દર્શકો આફરીન

- text


બાળકોના વાલીઓ માટે પણ વિવિધ ગેમ્સ યોજાઈ

મોરબી : મોરબીની નિમિત ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રિ સ્કૂલના ૫૦ જેટલા ભૂલકાઓએ રજૂ કરેલી કૃતિઓ નિહાળી દર્શકો આફરીન થઈ ગયા હતા. આ તકે વાલીઓ માટે પણ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે ગેલેક્સી પ્લાઝામાં આવેલ નિમિત જુનિયર ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં એલકેજી અને એચકેજીના ૫૦ થી વધુ ભૂલકાઓએ દેશભક્તિ, યોગા, ફેશન શો સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ તકે બાળકોના વાલીઓ માટે પણ વિવિધ પ્રકારની ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નોટરી એડવોકેટ કાજલબેન ચંડીભમર, ડો. ભાવિન ચંદ્રે, હિતેશ દેત્રોજા, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપ આદ્રોજા અને ડો. સુધીર પૈજા સહિતના મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંચાલક કુશલભાઈ અનડકટ તેમજ પ્રિન્સિપાલ બીનાબેન દવેએ જહેમત ઉઠાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text