મોરબીમાં ડમ્પર અને બાઇક વચ્ચે ટક્કર : યુવાનનું મોત

- text


મોરબી : મોરબી નજીક ડમ્પર અને બાઇક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યુ છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક લખધીરપુર રોડ પર અંકિત સીરામીક પાસે નંબર પ્લેટ વગરના ડમ્પર અને સ્પ્લેન્ડર બાઈક સામસામા અથડાયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક મનીષભાઈ ઇન્દ્રજીતભાઈ પંડયા ઉ.વ. ૨૫નું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. આ યુવાન નાસ્તો લઈને રોડ પરથી પસાર થતો હતો. તે વેળાએ પુરપાટ ઝડપે આવેલા ડમ્પરે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text