મોરબીમાં બીન અનામત વર્ગ આયોગની બેઠક મળી

- text


બીન અનામત વર્ગને મળતા લાભો અંગે ઉપસ્થિત અગ્રણીઓને માહિતગાર કરતા આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા

મોરબી : મોરબી કલેકટર કચેરી સભાખંડ ખાતે આજ રોજ બીન અનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરાના અધ્યક્ષસ્થાને બીન અનામત વર્ગમાં સમાવેશ સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં બીન અનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, બીન અનામત વર્ગમાં અવતા દરેક સમાજના લોકોને આર્થિક રીતે નબળા લોકોના ઉત્થાન માટે સરકારે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે. તેમાં બિન અનામત વર્ગ માટે વિવિધ કલ્યાણકારી અને સહાયકારી યોજના દ્વારા લાભો આપવામાં આવી રહયા છે.

આ બેઠકમાં સમાજના આગેવાનોને છેવાડાના લોકો સુધી આ અંગેની જાણકારી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. જેથી આ લાભથી કોઇ લાભાર્થી વંચિત ન રહે તે જોવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ડો. દિનેશભાઇ કાપડીયાએ શૈક્ષણિક અભ્યાસ લોન યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના, ટયુશન સહાય યોજના, સ્વરોજગારલક્ષી યોજના, સ્નાતક, તબીબી, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય યોજના, JEE, GUJCET, NEET વગેરે પરીક્ષા માટે કોચીંગ સહાય યોજના, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના વગેરે માહિતીલક્ષી વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી જાણકારી આપી હતી.

- text

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર કેતન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે.ગોહીલ, બિન અનામત વર્ગના સભ્ય હસમુખભાઇ ભગદેવ, સમાજ કલ્યાણ અધિકારી એ.બી.મહેશ્વરી, સબંધિત અધિકારીગણ તેમજ બિન અનામત વર્ગમાં સમાવેશ વિવિધ સમાજ અને સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહયા હતાં.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text