મોરબીમાં ઘડિયા લગ્નને પ્રોત્સાહન આપવા 25 લાખના પુરસ્કારની સનહાર્ટ ગ્રુપ દ્વારા જાહેરાત

- text


આજે ત્રણ નવદંપતિઓએ ઘડિયા લગ્નથી પ્રભુતામાં પગલા માંડ્યા : આ તકે ઘડિયા લગ્ન કરનાર ૧૦૦ દીકરીઓને રૂ. ૨૫ હજારનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરતા સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ વરમોરા

મોરબી : મોરબીમા ઘડિયા લગ્નનો સીલસીલો યથાવત છે. ત્યારે વધુ ત્રણ નવદંપતિઓએ આજે ઘડિયા લગ્ન કરીને પ્રભુતામાં પગલા માંડ્યા છે. ત્રણેય નવદંપતિઓના પરિવારોએ પોતાના સંતાનોના ઠાઠ- માઠથી લગ્ન કરાવવાને બદલે ઘડિયા લગ્ન કરાવીને સમાજને રાહ ચીંધ્યો છે. ત્યારે આ ઘડિયા લગ્નને વધાવીને મોરબીના પાટીદાર ભામાષા અને સામાજિક અગ્રણી ગોવિંદભાઈ વરમોરાએ એવી જાહેરાત પણ કરી હતી કે તેઓ ઘડિયા લગ્ન કરનાર ૧૦૦ દિકરીઓને રૂ. ૨૫ હજારનો રોકડ પુરસ્કાર આપશે. આમ તેઓએ મોરબીમાં ઘડિયા લગ્નને પ્રોત્સાહન આપવા કુલ 25 લાખના પુરસ્કારની જાહેરાત કરતા મોરબીના પાટીદાર આગેવાનોએ આ જાહેરાતને વધાવી લીધી હતી.

મોરબીના મહેન્દ્રનગરમા આવેલા રામધન આશ્રમ ખાતે આજે બે ઘડિયા લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં સુલતાનપુર નિવાસી બાબુભાઇ છગનભાઇ દસાડિયાના સુપુત્ર પ્રફુલકુમારના લગ્ન મહેન્દ્રનગરમાં રહેતા રતિલાલ અવચરભાઈ કોડિયાની સુપુત્રી જલ્પાબેન સાથે તેમજ માધવનગર નિવાસી ભાણજીભાઈ રામજીભાઈ ધોરિયાણીના સુપુત્ર પિયુશકુમારના લગ્ન સુલતાનપુર નિવાસી બાબુભાઇ છગનભાઇ દસાડિયાની સુપુત્રી કુસુમબેન સાથે યોજાયા હતા.

આ સાથે અણીયારી ગામે જેતપર નિવાસી
અમૃિતયા અંબારામભાઈ ધરમશીભાઈ ની દીકરી નીપા સાથે અણીયારી નિવાસી ડઢાણીયા હિતેષભાઈ વશરામભાઈના દીકરા મૌલિકના ઘડીયા લગ્ન યોજવામાં આવ્યા હતા. મહેન્દ્રનગરના રામધન આશ્રમ ખાતે યોજાયેલા ઘડિયા લગ્નમાં સામાજિક આગેવાન ગોવિંદભાઇ વરમોરા, જગદીશભાઈ વરમોરા સમૂહ લગ્ન સમિતિના શિવલાલભાઈ ઓગણજા, મનુભાઈ કૈલા, કન્યાછાત્રાલયના અગ્રણી વલમજીભાઈ અમૃતિયા, રામધન આશ્રમ મહંત ભાવેશ્વરી બેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ તકે ગોવિંદભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે ઘડિયા લગ્નએ સમયની માંગ છે. હાલના ઝડપી યુગમાં સમયની સાથે ખોટા ખર્ચા બચાવવા ઘડિયા લગ્નની આવશ્યકતા છે. તેઓએ ઘડિયા લગ્ન કરવા બદલ નવદંપતિઓ તેમજ તેઓના પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે એવી જાહેરાત પણ કરી હતી કે તેઓ હવે પછી ઘડિયા લગ્ન કરનાર ૧૦૦ દીકરીઓને રૂ. ૨૫ હજારનો રોકડ પુરસ્કાર આપશે. આમ ગોવિંદભાઇ વરમોરાએ કુલ 25 લાખના પુરસ્કારની ઐતિહાસિક જાહેરાત કરી હતી. ગોવિંદભાઇ વરમોરાની આ જાહેરાતને વધાવીને તેઓનું રામધન આશ્રમના મહંત ભાવેશ્રીબેન દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

 

- text