હળવદ ખાતે ૨૦મીએ રોજગાર વિનિમય કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પ યોજાશે

- text


મોરબી : રોજગારવાંચ્છુ ઉમેદવારો રોજગાર વિનિમય કચેરી મોરબી ખાતે આવવું ન પડે અને તાલુકા મથકોએ જ નામ નોંધણી કરાવી શકે, નોંધાવેલ લાયકાતમાં સુધારા કરાવી શકે, રીન્યુઅલ કરાવી શકે તેમજ વ્યવસાય માર્ગદર્શન મેળવી શકે તે માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા જિલ્લાના તાલુકા મથકોએ ફેબ્રુઆરી-૨૦૧૯ માસમાં સવારના ૧૧.૦૦ થી ૨.૦૦ દરમિયાન તા.૨૦/૦૨/૨૦૧૯ ને બુધવારના રોજ તાલુકા પંચાયત કચેરી હળવદ ખાતે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. રોજગાર સેવા મેળવવા ઇચ્છુક હળવદ તાલુકાના ઉમેદવારોએ જાતે શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો /માર્કશીટ/જાતિનો દાખલો(લાગુ પડતું હોય તો)/સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ/પાસ પોર્ટ સાઇજ્નો ફોટોગ્રાફ/અન્ય પ્રમાણપત્રો- વગેરે સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું તેમ શ્રી બી.ડી.જોબનપુત્રા જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text

 

- text