મોરબીમાં પંતગની દોરીએ શાંતિદૂતનો જીવ લીધો

- text


ઉત્તરાયણ વીતી ગયા બાદ પણ હજુ ઠેર-ઠેર કાળ બનીને લટકતી પંતગની દોરી ગગનવિહારીઓ માટે ઘાતક બનતા પક્ષીપ્રેમીઓ શોકમગ્ન

મોરબી : મોરબીની ટેલિફોન એક્સચેન્જ કચેરીની બિલ્ડીંગના બહારના ભાગે લટકતી પંતગની કાતિલ દોરીમાં એક કબૂતર ફસાતા શાંતિદૂતનું મોત નીપજ્યું હતું. ઉત્તરાયણ વીતી ગયા બાદ પણ ઠેરઠેર લટકતી પંગતની દોરી પક્ષીઓ માટે ઘાતક બનતા પક્ષીપ્રેમીઓ ભારે રોષ વ્યાપી ગયો છે.

મોરબી નગરપાલિકા કચેરીના પાછળના ભાગે આવેલી ટેલીફોન એક્સચેન્જ કચેરીના બિલ્ડીંગના બહારના ભાગે લટકતી પતંગની કાતિલ દોરીમાં એક કબૂતર ફસાઈ ગયુ હતુ. આ કાતિલ દોરીમાં ફસાયેલા કબૂતરે તેમાંથી નીકળીને ઉડવાની કોશિશ કરતા આ કાતિલ દોરીમાં વધુ ફસાઈ જવાથી અંતે આ કબૂતરે જીવ ગુમાવવો પડ્યો હતો. આ બનાવની જાણ થતાં પક્ષીપ્રેમી જીતુભાઇ ઠક્કર અને અગ્રાવતભાઈ ત્યાં દોડી જઈને બિલ્ડીંગમાં લટકતા કબૂતરને ઉતારીને કબૂતરને મૃતદેહની દફનવિધિ કરી હતી.

- text

પક્ષીપ્રેમી જીતુભાઇ ઠક્કરે ભારે રોષ સાથે જણાવ્યું હતું કે. ઉત્તરાયણ પર્વમાં અનેક પક્ષીઓના મોત થયા હતા અને ઉત્તરાયણ વીતી જવા છતાં પંતગની દોરીઓ જ્યાં ત્યાં લટકતી હોવાથી પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. પતંગ રસિયાઓની આ મજા પક્ષીઓ માટે મોતની સજા બની ગઈ છે. આ બનાવથી પક્ષીપ્રેમીઓ ભારે રોષ ફેલાયો છે.

- text