મોરબીના રાપરમાં સોલાર પેનલ રીપેર કરવામાં કંપનીની દાંડાઇ

- text


કંપનીએ અવનવા તુત ઉભા કરીને ખેડૂતને રિપેરિંગ પાછળ રૂ. ૧ લાખ વેડફાવ્યા તેમ છતાં કોઈ પરિણામ નહી : છેક સચિવાલય સુધી રૂબરૂ રજુઆત કરી હોવા છતાં ખેડૂતને ન્યાય ન મળ્યો

મોરબી : મોરબીના રાપર ગામમાં સોલાર પેનલને રીપેર કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. બંધ પડેલી આ સોલાર પેનલ પાછળ કંપનીએ ખેડૂત પાસેથી અવનવા તુત ઉભા કરીને રૂ. ૧લાખનો ખર્ચો કરાવ્યો છે. તેમ છતાં કંપની દ્વારા રીપેરીંગ કરીને સોલાર પેનલને કાર્યરત કરવામાં આવી નથી. જો કે આ ખેડૂતે ન્યાય મેળવવા માટે છેક સચિવાલય સુધી રૂબરૂ રજૂઆતો કરી છે તેમ છતાં તેને ન્યાય મળ્યો નથી.

મોરબી તાલુકાના રાપર ગામના ખેડૂત નંદલાલ રવજીભાઈ વિડજાએ જણાવ્યું હતું કે તેઓએ વર્ષ ૨૦૧૫મા સરકારની યોજના હેઠળ રોટોમેક કંપનીની સોલાર પેનલ લીધી હતી. આ સોલાર પેનલ પર કંપની દ્વારા પાંચ વર્ષની ગેરેન્ટી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬થી આ સોલાર પેનલમાં ખરાબી આવી પડતા તે બંધ થઈ ગઈ હતી. ત્યારે આ અંગે કંપનીને જાણ કરવામાં આવી હતી. જો કે એક વખત કંપનીના માણસો સોલાર પેનલને રીપેરીંગ કરવા માટે આવ્યા હોય તેવો ડોળ ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ આ માણસોએ ડીઝલ મશીનની મદદથી પંપ શરૂ કરીને તેનો ખોટી રીતે વીડિયો બનાવી સબ સલામત હે તેવો ખોટો પુરાવો મેળવ્યો હતો.

વધુમાં ખેડૂતે જણાવ્યું કે કંપનીએ ખોટી રીતે અવનવા તુત ઉભા કરાવીને અલગ અલગ બ્હાના મુક્યા હતા. જે પુરા કરવામાં તેઓને રૂ. ૧ લાખનો ખર્ચ વેઠવો પડ્યો હતો. આટલો ખર્ચ કરવા છતાં પણ કંપનીએ સોલાર પેનલ રીપેર કરી આપી ન હતી. વધુમાં આ મામલે તેઓ વર્ષોથી ન્યાય માટે અનેક રજૂઆતો કરી ચુક્યા છે. ઉપરાંત તેઓ છેક સચિવાલય સુધી પણ આ પ્રશ્નની રૂબરૂ ફરિયાદ કરી ચુક્યા છે. તેમ છતાં આ પ્રશ્નનું નિરાકરણ ન આવતા હજુ તેઓ ન્યાય મેળવવા માટે વલખા મારી રહ્યા છે.

- text

તેઓએ વધુમાં જણાવ્યું કે કંપની દ્વારા કરવામાં આવેલ છેતરપીંડીના કારણે તેઓને અત્યાર સુધીમાં પાકના ઉત્પાદનમાં રૂ. ૩૦ લાખ જેટલું નુકશાન વેઠવું પડ્યું છે. આ ઉપરાંત સોલાર પેનલને કાર્યરત કરવા માટે તેઓને અનેક કચેરીઓ સુધી રઝળપાટ કરવી પડી છે. અંતમાં ખેડૂતે જણાવ્યું કે એક તરફ દુષ્કાળના વર્ષો ચાલી રહ્યા છે. તેવામાં સોલાર પેનલના નામે થયેલી આ છેતરપીંડીના કારણે તેઓ આર્થિક સંકડામણમા મુકાયા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

????????????????????????????????????

- text