જાત મહેનત જીદાબાદ : મોરબીના રફાળેશ્વર પાસે ખાડાનું લોકોએ કર્યુ બુરાણ

- text


તંત્રનું કામ લોકોએ કરી બતાબ્યુ

મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ પાસે મોટા ભયજનક ખાડા જોખમી હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાથી સ્થાનિક લોકોએ જાતે જ શ્રમદાન કરીને મોટા ખાડાઓનું બુરાણ કર્યું હતું અને વાહન ચાલકો પર અકસ્માતનો ખતરો ટાળીને તંત્રને લપડાક આપી હતી.

મોરબી રફાળેશ્વર ગામ પાસે મોટા ખાડા થઈ ગયા હતા.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી રફાળેશ્વર ગામ પાસે મસમોટા ખાડા પડી ગયા હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પર અકસ્માતનો ખતરો તોળાતો હતો.તેથી આસપાસના લોકોએ તંત્ર પાસેથી મદદની અપેક્ષા રાખ્યા વગર જાતે જ શ્રમદાન કર્યું હતું અને સ્થાનિક લોકોએ રફાળેશ્વર પાસે મોટા જોખમી ખાડાનું બુરાણ કરીને જાત મહેનત જીંદાબાદના સૂત્રને ખરા અર્થમાં સાથર્ક કર્યું હતું.

- text

- text