વાંકાનેરમાં ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

- text


વિદ્યાર્થીનીઓ દ્વારા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાન આધારિત નાટક રજુ કર્યું : નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરાના અધ્યક્ષસ્થાને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

ભારતના ૭૦માં પ્રજાસત્તાક દિન નિમિત્તે વાંકાનેરમાં આવેલ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમમાં ગાયત્રી મંદિરના અશ્વિનભાઈ રાવલ, વાંકાનેર નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત અને ત્યારબાદ ગર્લ્સ સ્કૂલની બાળાઓ દ્વારા શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાન આધારિત નાટક રજુ કરવામાં આવેલ. નાની બાળાઓએ અદભુત કિરદાર નિભાવી સાચે જ આ ત્રણયને ફાંસી અપાતી હોય તેઓ માહોલ સર્જ્યો હતો.

- text

આ કાર્યક્રમને સફળ બનાવવા ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપાલ ગીતાબેન ચાવડા અને સ્ટાફે જહેમત ઉઠાવેલ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહેલ.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text