ઓર્ડર, ઓર્ડર, ઓર્ડર ! વાંકાનેર અદાલતની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ

- text


ઓર્ડર, ઓર્ડર, ઓર્ડર ! વાંકાનેર અદાલતની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ

બંધારણીય કાયદાની જોગવાઈઓ સમજવા અદાલતની પ્રત્યક્ષ મુલાકાત

વાંકાનેર : શિક્ષણની સાથે સાથે અભ્યાસ દરમિયાન વિધાર્થીઓને બંધારણીય કાયદાની સમજ મળે અને ઓફીસ, પોલીસ મથક, પોસ્ટ ઓફિસની કામગીરીની જાણકારી મળે તેવા આશયથી જીનીયસ કલાસના વિદ્યાર્થીઓને અદાલતની મુલાકાતે લઈ જવાયા હતા.

- text

વિધાર્થીને પ્રત્યક્ષ જ્ઞાન મળે તે હેતુથી અને અદાલત શા માટે? આવા પ્રશ્નોના પ્રત્યક્ષ અભ્યાસ બાળકો કરે તે ઉદેશથી અદાલતની મુલાકાત કરી જેમાં અદાલતની પ્રત્યક્ષ કામગીરી વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ પહેલી વખત જોઈ ખૂબ જ આનંદિત થયા હતા તથા અદાલતના પ્રકારો અને વાંકાનેરની તમામ અલગ અલગ અદાલતમાં જઈ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવેલ વાંકાનેર પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ બી.વી. પરમાર સાહેબ તથા અન્ય કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહભેર કાર્ય કર્યું હતું. તે બદલ સંસ્થાના અગ્રણી શીતલબેન શાહે તમામ અદાલત

કર્મચારીઓ અને જજ સાહેબશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text