જયંતી ભાનુશાળીને પોતાની પિસ્ટલ સ્વરક્ષામાં કામ ન આવી

- text


ટ્રેનના કોચમાં ૩ જીવતાં, બે ફૂટેલા કારતૂસ મળ્યા

ચેઇન પુલિંગ થયાનું ખુલ્યું : માળીયા રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મેળવાયા

મોરબી : સયાજીરાવ એક્સપ્રેસ ટ્રેનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને પોલીસના હાથમાં ત્રણ જીવતા અને બે ફૂટેલા કારતુસ મળી આવ્યા છે. જો કે ઘટના સમયે મૃતક જયંતીભાઈ પાસે પરવાના વાળી ગન હોવા છતાં ઉપયોગ કરી શક્યા ન હોવાનું સામે આવ્યું છે.

સીઆઇડી ક્રાઈમ અને રેલવેના ડીજી આશિષ ભાટિયાએ આ હત્યા કેસમાં જણાવ્યું હતું કે ગાંધીધામથી સામખીયાળી વચ્ચે ટ્રેન પુલિંગ થયું હતું. ગાંધીધામથી ટ્રેન ઉપડી અને રાતે ૧૨.૫૭ વાગ્યાની આસપાસ ટ્રેનનું ચેન પુલિંગ થતાં ત્રણ મિનિટ માટે ટ્રેન રોકાઈ હતી.

વધુમાં ભચાઉથી સામખીયાળી વચ્ચે જ આ ઘટના બની હતી. સૂરજબારી પુલ પાસે ટ્રેનમાં હાજર રેલવેના કર્મીઓને જાણ થતાં તેઓ તાત્કાલિક કોચમાં દોડી ગયા હતા. ટ્રેનમાંથી ૩ જીવતા કારતૂસ અને બે ફૂટેલા કારતૂસ અને એક ફૂટેલી બૂલેટ મળી હોવાનું સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝના ડીજી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે તપાસના ધમધમાટ વચ્ચે પોલીસે માળીયા સહિતના રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મેળવી હત્યારાના અંકોડા મેળવવા પ્રયાસો તેજ બનાવ્યા છે.

- text

બીજી તરફ મૃતક જયંતી ભાનુશાળીએ ઘટના સમયે પોતાની લાયસન્સ વાળી બંદૂક પાઉચમાં રાખીને સૂટકેસમાં મુકી હતી. અને હત્યારાઓએ હુમલો કર્યો ત્યારે બચવા માટે તેમણે વલખાં માર્યા હતા પણ બચાવમાં પિસ્તોલ વાપરી શક્યા ન હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે. હાલ સરકાર દ્વારા સીટની રચના કરતા સાત અધિકારીઓની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text