વાંકાનેરમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયા બાદ સ્થાનિક પીએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

- text


 

આર.આર.સેલે પાડેલ દરોડામાં ૮૦૦ પેટી વિદેશી દારૂ પકડતા એસપી લાલઘૂમ

મોરબી : ચારેક દિવસ પૂર્વે વાંકાનેરના રાતીદેવડી ગામે આર.આર.સેલે દરોડો પાડી ૮૦૦ બોટલ વિદેશી દારૂ ઝડપી લેતા આ દરોડાના ઘેરા પ્રત્યાઘાતરૂપે જિલ્લા પોલીસવડાએ વાંકાનેર પીએસઆઇ અને ત્રણ પોલીસ કર્મચારીઓને તાકીદની અસરથી સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળ્યા મુજબ ચાર દિવસ પહેલા રાતીદેવડી ગામે આર આર સેલની ટીમ દ્વારા દરોડો પાડી ૮૦૦ પેટી વિદેશી દારૂ ઝડપી લીધો હતો અને આર.આર.સેલના આ દરોડાને કારણે વાંકાનેર સીટી પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ હતી.

- text

બીજી તરફ વાંકાનેર સીટી પોલીસની ગંભીર લાપરવાહી જોતા જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ વાંકાનેર સીટી પીએસઆઈ એમ.જે.ધાધલ
ડીસ્ટાફ જમાદાર નરશીભાઈ પારધિ, બીટ જમાદાર વિઠ્ઠલભાઈ સારદીયા અને કોન્સ્ટેબલ મનોજભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

આમ, વિદેશી દારૂ મામલે જિલ્લા પોલીસવડાએ એક સાથે ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાતાં મોરબી જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

- text