માળીયા (મી) પોલીસે 96 હજારના ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપી લીધી

- text


ખખરેચીના પાટિયા પાસે રાજકોટના બે શખ્સો સહિત ત્રણ દારૂભરેલી કાર સાથે ઝડપાયા

મોરબી : માળીયા મિયાંણા પોલીસે ખખરેચીના પાટિયા પાસે 96 હજારના ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે 3ને ઝડપી લીધા હતા.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સૂચના તથા ડીવાયએસપી જોશીના માર્ગદર્શન હેઠળ આજ રોજ માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલા તથા હેડકોન્સ સુરૂભા પરમાર તથા મહાયપતસિંહ સોલંકી દિવ્યરાજસિંહ જાડેજા, લાલાભા ચૌહાણ, વનરાજસિંહ સહિતના પેટ્રોલિંગ માં હતા એ દરમ્યાન સાથે ના પો હેડકોન્સ સુરૂભા પરમાર તથા મહાયપતસિંહ સોલંકીતથા દિવ્યરાજસિંહ જાડેજા ને મળેલી સયુંકત ખાનગી બાતમી ના આધારે મોરબી તરફ થી ખાખરેચી ના પાટિયા પાસે એક બ્લુ કલરની હ્યુન્ડાઇ એક્સન્ટ કાર ને રોકી ચેક કરતા જેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 276/-કી રૂ 96,600/- તથા કાર કી. રૂ 350000 /- તથા મોબાઈલ નં.5 કી.રૂ 1,15000/- એમ કુલ રૂ 4,61,600 /- ના મુદ્દા માલ સાથે આરોપી નં.1 ભયકુભાઇ વલકુભાઇ ધાખડા ઉ.વ.27 રે રાજકોટ તથા આરોપી નં.2 રાજેશ ગોવિંદ ભાઈ ચાવડા રે જસાપર તા.માળીયા તથા આરોપી નં.3 શિવમ ચેતનભાઈ ગૌસ્વામી રે રાજકોટ કારમાંથી ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભા

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text