મોરબીની ઘુનડા(સ.) પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પ્રશિક્ષણ વર્ગ યોજાયો

- text


૧૫૦ માતાઓને ડો.સતીશ પટેલ રચિત”બાળ ઉછેર બે હાથમાં”પુસ્તક દાતાશ્રીઓના સહયોગથી અર્પણ કરાયું

મોરબી:વર્તમાન સમયમાં સંતાનના શ્રેષ્ઠ ઉછેર અને વિકાસ માટે માતૃ પિતૃ પ્રશિક્ષણ ખૂબજ જરૂરી છે.માતા પિતા એ બાળકની પ્રથમ પાઠશાળા છે.માતા પિતા જો સંસ્કારી,શિક્ષિત અને કેળવાયેલા હશે તો ચોક્કસ તેમના સંતાનોનો યોગ્ય અને સાચી દિશામાં ઉછેર અને વિકાસ શક્ય થઈ શકે.આ હેતુને સાર્થક કરવા માટે મોરબી તાલુકાની શ્રી ઘુનડા (સ.) પ્રાથમિક શાળામાં “માતૃ પિતૃ પ્રશિક્ષણ”વર્ગનું શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ કાર્યક્રમમાં મોરબીના જાણીતા બાળરોગ નિષ્ણાત ડો.સતીશ પટેલ દ્વારા તેમના અવિસ્મરણીય પુસ્તક “બાળ ઉછેર બે હાથમાં”અંતર્ગત ઉપસ્થિત માતાઓ,બહેનો અને ભાઈઓને બાળ ઉછેર,બાળકના ઉછેર પર વંશ અને વારસાની અસર,વાતાવરણની અસર,બાળકોના રોગો અને તેની સારવાર,બાળકને ઓળખવો,બાળકના અધિકારો અને સ્વમાન,બાળકોનું પોષણ અને આહાર,બાળ શિક્ષણ, ગર્ભસ્થ અને નવજાત શિશુની સંભાળ,બાળક પર વ્યસન અને મોબાઈલ તેમજ સ્ક્રીનની વિધાતક અસર જેવા વિષયો પર પ્રેરક માર્ગદર્શન પૂરૂ પાડ્યું.બાળ ઉછેર અંતર્ગત માતાઓની પ્રશ્નોતરી દ્વારા જ્ઞાનચકાસણી કરી સરપ્રાઇઝ ગિફ્ટ આપવામા આવી.શાળાની બાળાઓ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો.આ કાર્યક્રમમાં શાળાના કાયમી દાતા શ્રી અરવિંદભાઈ ફુલતરીયા તથા રમેશભાઈ ફુલતરીયા બંને ભાઈઓ તથા તેમના પરિવાર તરફથી તેમના પિતાશ્રી સ્વ.ચતુરભાઈ શામજીભાઈ ફુલતરીયાના સ્મરણાર્થે “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તક ૧૦૦ બહેનોને/માતાઓને અર્પિત કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક દંપતી શૈલેષભાઇ એ.ઝાલરીયા તથા સરોજબેન એસ.ઝાલરીયા તરફથી તેમની બંને સ્વર્ગસ્થ બાળદીકરીઓના સ્મરણાર્થે ૫૦ માતાઓને પુસ્તક અર્પિત કરવામાં આવ્યુ હતું. આ રીતે કુલ ૧૫૦ માતાઓને પુસ્તક અર્પણ કરાયું હતું..શિક્ષણ જગત માટે આ કાર્યક્રમ નવીનતમ અને પાયારૂપ બની રહ્યો.શાળા પરિવાર દ્વારા દાતાશ્રીઓનું તેમજ ડો.સતીશ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી જે ઘેર નાનું બાળક તે ઘેર બાળ ઉછેર બે હાથમાં” આ અભિયાન પણ ચરિતાર્થ થયું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી પ્રવીણભાઈરંગપરિયા,એસ.એમ.સી.અધ્યક્ષ,તમામ પંચાયત અને એસ.એમ.સી.સભ્યો ,આરોગ્ય વિભાગની ટીમ,આંગણવાડી કાર્યકરો,ગામના આગેવાનો,ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ,બહેનો,શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રશિક્ષણ વર્ગ શાળા સ્ટાફના સુચારૂ આયોજન અને સંચાલન થકી ખૂબજ સફળ રહ્યોં હતો.

- text