મોરબીમાં આડા સબંધ મામલે યુવાનની હત્યા પ્રકરણમાં ત્રણ આરોપીઓ જેલ હવાલે

- text


મોરબીના નવા જાંબુડિયા ગામે આવેલા સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા મહેશ હેમંત રાઠોડ (ઉ.વ. 31) નામના યુવાનની પત્ની જયાબેનને મોરબીના માળીયા વનાળીયા માં રહેતો મનસુખ ઉર્ફે પ્રવીણ ખીમાભાઇ સોલંકી સાથે આડો સબંધ હોવાથી તે મનસુખને સમજાવવા તેના ઘરે ગયો હતો દરમ્યાન ઝઘડો થતા મનસુખની પત્ની જયોત્સનાબેન ઉર્ફે જયશ્રીબેન અને શામજીભાઈ ખીમાભાઇ સોલંકીએ મહેશને પકડીને માર માર્યો બાદ મનસુખે તેને છાતીમાં છરીના ઘા જીકીને હત્યા કરી નાખી હતી.આ બનાવ બાદ મૃતકના મામીની ફરિયાદના આધારે પોલીસે આ યુવાનની હત્યા પ્રકરણમાં ત્રણેય આરોપીને ઝડપી ને આજે કોર્ટમાં રજુ કર્યા હતા.કોર્ટે ત્રણેય આરોપીને જેલ હવાલે કર્યા હતા.

- text