મોરબી માં જંતુનાશક દવાની આડમાં મંગાવેલ 24.14 લાખ નો ઇંગ્લીશદારુ પકડી પાડતી આર.આર.સેલ

- text


મોરબી જીલ્લાના અણીયારી ટોલનાકા પાસેથી 31st ની ઉજવણી માટે ડાક-પાર્સલ ના ટ્રક માંથી ઇગ્લીશદારૂ બોટલ નંગ – ૭૦૧૯ તથા બીયર ટીન નંગ – ૧૫૮૪ મળી કુલ રૂ.૨૪,૧૪,૧૦૦/- તથા ટ્રક રૂ.૧૦,૦૦,૦૦૦/- મો.ફોન-૧ મળી કુલ રૂ.૩૪,૧૪,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરતી આર.આર. સેલ

- text

આગામી દિવસોમાં 31st ની ઉજવણી થનાર હોય જે અન્વયે શ્રી સંદીપ સિંહ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ નાઓએ આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી એમ.પી.વાળા તથા તેમની ટીમને કડક વાહન ચેકીંગ કરવા જણાવેલ જે અન્વયે સેલની ટીમને મળેલ વધુ એક સફળતા જેમાં આર.આર.સેલના એમ.પી.વાળા સાહેબને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી જીલ્લાના અણીયારી ટોલ નાકા પાસેથી એક ડાકપાર્સલ ના બંધ કન્ટેનરમાં ઇંગ્લીશ દારુ ભરી નીકળનાર છે જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ સ્ટાફના રામભાઇ મંઢ, રસીકભાઇ પટેલ, સુરેશભાઇ હુંબલ, કૌશીકભાઇ મણવર નાઓને મોકલી વાહન ચેકીંગ કરાવતા હકીકત વાળો ટ્રક નિકળતા ટ્રકના કન્ટેનરમાં મારવામાં આવેલ સીલ તોડી કન્ટેનર ખોલી ચેક કરતા કન્ટેનરમાં છુપાવી-સંતાડી રાખેલ અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ- ૭૦૧૯ બીયર ટીન નંગ- ૧૫૮૪ જેની કિ.રૂ.૨૪,૧૪,૧૦૦/- તથા કન્ટેનર ટ્રકનં.PB-03-X-6547 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૩૪,૧૪,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ ડ્રાઇવર વિરેન્દ્રસીંગ રાજદેવસીંગ રાજપુર રે. ફરીદાબાદ જી.સીતામઢી બીહાર વાળાને ધોરણસર અટક કરી અને ટ્રક માલીક તથા મુંબઇથી ઇંગ્લીશ દારુનો જથ્થો મોકલનાર મોબાઇલ નંબર વાળો માણસ તથા ગાંધીધામથી સદર માલ મંગાવનાર તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ માળીયા મી. પો.સ્ટે. ગુનો દાખલ કરેલ છે

- text