અડધો કરોડની જાલીનોટના સૂત્રધારને ઝડપી લેતી મોરબી એસઓજી

- text


 

વલસાડ, ગીર સોમનાથ અને મોરબીના ગુન્હામાં ચાર વર્ષથી નાસતો ફરતો હતો

રાજકોટ : વલસાડ, ગીર સોમનાથ, મોરબી જિલ્લામાં અડધો કરોડની જાલીનોટ ઘુસાડવાના ગુન્હાનો સૂત્રધાર અને છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં મોરબી એસઓજી ટીમને સફળતા મળી છે.

રાજયના જુદા-જુદા ગુનાઓમાં નાસતા ફરતા
આરોપીઓ પકડી પાડવા રાખવામાં આવેલ ઝુંબેશ દરમિયાન રાજકોટ રેન્જ ડી. આઇ.જી.પીશ્રી સંદિપસિંહ સાહેબ તથા મોરબી પોલીસ અધિક્ષકશ્રી ડો કરનરાજ વાઘેલા તરફથી જિલ્લામાં એ.ટી.એસ.ચાર્ટર હેઠળ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપતા મોરબી એસઓજી ઈન્ચાર્જ પીઆઇ આર. ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.સ્ટાફના પો.હેડ કોન્સ. કિશોરભાઇ મકવાણા, મયુરધ્વજસિંહ જાડેજાની સંયુકત બાતમી
આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી વિશાલભાઇ ઉર્ફે સોમો વિશાલસિંહ બાલકૃષ્ણ ચૌહાણ, ઉ. ૪૩ રહે. મૂળ વલસાડ શેઠિયાનગર, ગુરુકપા એપાર્ટમેન્ટ રૂમ નં. ૩૦૩ પારડી, સાંઢપુર, હાલ. રહે.સુખપર, જુનાવાસ જિલ્લો
ભુજ(કચ્છ) વાળો મળી આવતા ધોરણસર અટક કરેલ હતો અને આરોપીની વધુ પુછપરછ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે એસઓજીએ ઝડપી લીધેલ આ આરોપીએ અમદાવાદ એ.ટી.એસ. ફસ્ટ ગુ.ર.ન પ/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૮૯ (ખ)(ગ), ૧૨૦ મુજબના કામે બે આરોપીઓને રૂ.૧૦૦૦ ના દરની ભારતીય ચલણની બનાવટી નોટો પર૦૦ થી પર,૦૦,૦૦૦
સાથે પકડી પાડેલ હતા જેમાં તપાસ દરમિયાન નામ ખુલતા સદ૨હુ ગુનામાં છેલ્લા ચાર વર્ષથી
નાસતો ફરતો હતો

ઉપરાંત પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન, ગીર સોમનાથ જિલ્લામાં ચાર આરોપીઓને રૂ.૧૦૦૦ ના દરની ભારતીય ચલણની બનાવટી નોટો, નંગ. ૧૦૧ કી.રૂ.૧,૦૧૦૦૦ સાથે પકડી પાડેલ હતા જેમાં તપાસ દરમિયાન નામ ખુલતા આ ગુના માં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો

તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુન્હામાં ત્રણ આરોપીઓને રૂ ૧૦૦૦ ના દરની ભારતીય ચલણની બનાવટી નોટો નં. ૧૨૫ કી.રૂ ૧,૨૫૦૦૦ સાથે પકડી પાડેલ હતા જેમાં તપાસ દરમિયાન નામ ખુલતા આ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

- text