ટ્રાઈના કાયદાના વિરોધમાં 21મીએ મોરબીના કેબલ ઓપરેટરો દ્વારા બાઇકરેલી

- text


ટ્રાઇનો કાયદો અમલી બને તો લોકોને મહિને રૂ.800 કેબલભાડું ચૂકવવું પડશે : સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાપક વિરોધ

મોરબી : સમગ્ર દેશમાં ટ્રાઈ દ્વારા સ્થાનિક કેબલ ઓપરેટરો માટે કડક નીતિ – નિયમોની અમલવારી કરવા નક્કી કરતા સમગ્ર સૌરાષ્ટ્રના કેબલ ઓપરેટરોમાં ભારે વિરોધ વંટોળ ઉઠ્યો છે, જો ટ્રાઈના નિયમો લાગુ થાય તો કેબલ ભાડા રૂ.૨૫૦થી વધી રૂ. ૮૦૦ થવાની દહેશત વ્યક્ત કરી મોરબીના કેબલ ઓપરેટરો દ્વારા ૨૧મીએ સ્કૂટર રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

મોરબી જિલ્લા કેબલ એસોશિએશનના હોદેદારોના જણાવ્યા મુજબ ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા સ્થાનિક લોકલ કેબલ ઓપરેટરો માટે કડક નીતિ નિયમો અમલી બનાવવા તૈયારી શરૂ કરી છે અને આકરા કર બોઝ નાખવા પણ તજવીજ થતી હોય આગામી તા. ૨૧ ના રોજ મોરબી સિટીવીઝન ઓફિસથી બાઈક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ટ્રાઈની નવી જોગવાઈનો વિરોધ કરવામાં આવશે.

- text

વધુમાં મોરબી જિલ્લા કેબલ એસોશિએશનના હોદ્દેદારોએ ઉમેર્યું હતું કે જો કેબલ ઓપરેટરો ઉપર ટ્રાઈની નવી જોગવાઈઓનો અમલ કરવામાં આવે તો હાલમાં ગ્રાહકો દર મહિને રૂ.૨૫૦ માં જે ચેનલો જોઈ શકે છે તે ચેનલો જોવા માટે રૂ.૮૦૦ ચૂકવવા પડશે, આમ ટ્રાઈની જોગવાઈ એકંદરે કેબલ ગ્રાહકો માટે આને ઓપરેટરો માટે નુકશાન કરતા હોવાનું અંતમાં જણાવાયું હતું.

- text