મોરબી જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક પાકવિમો ચૂકવો

- text


ભાજપ સરકારને ભાજપના જિલ્લા અને તાલુકા પ્રમુખો દ્વારા લેખિત રજુઆત

મોરબી : ઓણ સાલ નબળા ચોમાસાને કારણે ખેડુતોની હાલત દયનિય છે ત્યારે પાક નિષ્ફળ ગયા હોય મોરબી જિલ્લાના ખેડૂતોને તાકીદે પાકવિમો ચૂકવવા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયાએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને લેખિત પત્ર પાઠવી ખેડૂતોને સત્વરે પાકવિમો આપવા માંગ ઉઠાવી છે, વધુમાં જણાવાયું હતું કે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત ચોમાસામાં ઘણો ઓછો વરસાદ થયેલ છે. મોટા ભાગે ખરીફ પાક નિષ્ફળ ગયેલ છે. આથી મોરબી સહિત તમામ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરેલ છે તે બદલ આપ નો ખુબ ખુબ આભાર.

- text

મોરબી તાલુકામાં મગફળી અને કપાસનું વાવેતર થયેલ તેમજ નિયમ મુજબ વિમા પ્રિમિયમ પણ ભરેલ છે. હાલ મગફળીનું ક્રોપ કટીંગ પુરૂ થયેલ છે. જયારે કપાસનું ક્રોપ કટીંગ ચાલુ છે. ત્યારે સમગ્ર કાર્યવાહી સત્વરે પુર્ણ કરાવી ખેડુતોને આર્થિક સંકળામણ
માંથી બહાર લાવવા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વિમાની રકમ આપવી જરૂરી હોય ખેડુતોના હિત માટે વહેલાસર વિમા ની રકમ મળે તેવી યોગ્ય કાર્યવાહી કરવા આગ્રહ ભરી વિનંતી કરવામાં આવી છે.

- text