મોરબીના પીપળી ગામે હોસ્ટેલમાં ધમધમતું જુગારધામ પકડાયું

- text


મોરબી : ,મોરબીના પીપળી ગામે બંધ પડેલી હોસ્ટેલમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે એલસીબીએ દરોડો પાડી રૂ.૪૨ હજારની રોકડ સહિત ૭૮,૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના પીપળી ગામે આવેલ નિરંજન એજ્યુકેશન ટ્રસ્ટ નામની બંધ પડેલી હોસ્ટેલમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પડતા જુગાર રમી રહેલા જયંતિ જેરામભાઈ પટેલ, કેશવ મુળજીભાઈ પટેલ, અમરશી હીરજી પટેલ, રજનીકાંત શિવલાલ પટેલ, વિમલ વલ્લભભાઈ પટેલ અને રઘુવીરસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા નામના આરોપીઓ રૂ. ૪૨૦૦૦ રોકડા તથા મોટર સાઈકલ નંગ-૨ અને મોબાઈલ નંગ-૫ એમ કુલ મુદામાલ ૭૮૧૦૦ સાથે ઝડપાઇ ગયા હતા.

- text