મોરબીના કાર ચીટરોએ અમરેલીના બાબરામાં પણ ચિટિંગ કર્યાનો ખુલાસો

- text


મોરબી : મોરબીમાં જુની તથા નવી કાર લે-વેચના નામે રૂ.૨૭,૩૦,૩૬૪/-ની ઠગાઇ કરનાર તપન મોટર્સના માલીક તથા કાર બ્રોકરની પોલીસ રીમાન્ડ પુર્ણ થતા આ બન્ને ઠગો દ્વારા અમરેલી જિલ્લામાં પણ ઠગાઈ કરવામાં આવી હોય આજે બાબરા પોલીસે બન્ને આરોપીઓનો કબજો મેળવ્યો હતો.

- text

મોરબીમા નવી તથા જુની કારની લે-વેચ ના નમે
વિશ્વાસઘાત કરી કુલ રૂપીયા ૨૭,૩૦,૩૬૪ ની ઠગાઇ કરી છેતરપીંડી કેસમાં એસઓજી દ્વારા (૧)પ્રદિપભાઇ
શાંતિલાલ ભટ્ટ, ઉ.વ.૫૮ રહે.સાંકડી શેરી,ગ્રીન ચોક,રૂપલ ચશ્મા ઘરની સામે મોરબી અને જય
મુકેશભાઇ સેજપાલ જાતે લોહાણા ઉવ.૨૨ રહે.જીવાપરા શેરી, SBI બેન્કની પાછળ,ટંકારા હાલ રહે.માધાપર ચોકડી, ગાયત્રીધામ સોસાયટી, રાજકોટ વાળાઓની ધરપકડ કરી પોલીસ રીમાન્ડ
મેળવેલ હતા જેમા આજે આરોપીઓના પોલીસ રીમાન્ડ પુર્ણ થયા હતા.

વધુમાં આ બંન્ને આરોપીઓએ બાબરા ટાઉનમાં રહેતા
કમલેશગીરી હિંમતગીરી ગોસાઇ સાથે પણ રૂ.૧,૯૫,૦૦૦ની વિશ્વાસઘાત કરી ઠગાઇ કરેલ હોય જેથી
બાબરા પોલીસ સ્ટેશન જી.અમરેલી ગુન્હો નોંધાયેલ હોવાથી આજે બાબરા પોલીસે વિધિવત રીતે આરોપીઓની ધરપકડ કરી કબજો સંભાળેલ હોવાનું મોરબી એસઓજી પીઆઇ એસ.એન.સાટીએ જણાવ્યું હતું.

- text