મોરબી પોલીસ દ્વારા બે કલાક વાહન ચેકીંગમાં 8 દારૂડિયા પકડાયા

- text


તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગ દરમિયાન 423 વાહનો ચેક કરી રૂ. 21,750 દંડ વસૂલાયો

મોરબી : મોરબી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગઈકાલે રાત્રીના બે કલાક વાહન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી કુલ 423 વાહનો ચેક કરી નિયમ ભંગ બદલ રૂ.21,750 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને ઝુંબેશ દરમિયાન આઠ વાહન ચાલકો ઝૂમ બરાબર ઝૂમ મળી આવતા લોકઅપ દર્શન કરવામાં આવ્યા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સમગ્ર મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા રાત્રીના નવથી અગિયાર દરમિયાન વાહન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી હતી અને કુલ મળી 423 વાહનોનું ચેકીંગ કરતા નિયમભંગ બદલ 83 વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરી 29 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને આ ઝુંબેશ દરમિયાન દારૂ પી ડ્રાઇવિંગ કરતા આઠ વાહન ચાલકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text