મોરબીમાં પતિએ ઠપકો આપતા પત્નીએ દવાનો ઓવરડોઝ લીધો

- text


જમ્યા વગર દવા પી લેનાર પરણીતાને ઠપકો આપતા લાગી આવ્યું

મોરબી : મોરબીમાં ભૂખ્યાપેટે દવા નહીં પીવાનું કહી પતિએ મીઠો ઠપકો આપતા આ વાતનું લાગી આવતા પત્નીએ દવાનો ઓવરડોઝ લઈ લેતા સારવારમાં ખસેડવી પડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાઘપરામાં રહેતા જ્યોતિબેન અરવિંદભાઇ હડીયલ, ઉ.વ.૨૨, ના લગ્ન દોઠેક વર્ષ પહેલા થયેલા અને નવેક માસ પહેલા બે બાળકોને જન્મ આપેલ જે ડિલેવરી સિજરિયન આવેલ હતી ત્યારપછી પેટમાં દુ:ખાવો રહેતો હોય, પેટમાં દુ:ખાવો થતો હોવાથી નાસ્તો કર્યા વગર ચાલુ દવા પી લીધેલ અને ધરે સુતા હતા અને બપોરે ભોગ બનનારના પતિએ જમ્યા વગર દવા પીવા બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા જ્યોતિબેને દુ:ખાવાની જાજી ટીકડી પી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

- text