દિવાળી ટાણે જ મોરબીમાં CGST દ્વારા વધુ એક સિરામિક ફેકટરીમાં સર્ચ

- text


સોફ્ટવેર એન્જીનિયરને સાથે રાખી ફ્લોર ટાઇલ્સ યુનિટમાં ‘ હિસાબ ‘ ચેક કરવાના નામે ઉદ્યોગપતિ ઉપર પ્રેસર ટેક્નિક

મોરબી : મોરબીમાં બે દિવસ પૂર્વે વિટ્રીફાઇડ ટાઇલ્સ યુનિટ ઉપર સર્ચ સર્વે બાદ દિવાળી નજીક આવતા CGST દ્વારા વધુ એક ફ્લોર ટાઇલ્સ એકમ ઉપર પ્રેસર ટેક્નિકથી હિસાબો ચેક કરવા સોફ્ટવેર એન્જીનિયરને સાથે રાખી સર્ચ શરૂ કરવામાં આવતા ઉદ્યોગકારોને તહેવાર સમયે દબાવવા માટે જ આવી કાર્યવાહી હાથ ધરાઈ હોવાની છાપ ઉપસી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ફ્લોર ટાઇલ્સ ફેકટરીમાં CGST દ્વારા સોફ્ટવેર એન્જીનીયરને સાથે રાખી સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું જો કે ચર્ચાતી વિગતો મુજબ આ ફ્લોર ટાઇલ્સ યુનિટના સંચાલકોને CGSTના અધિકારીઓ સાથે ખૂબ જ તંદુરસ્ત સંબંધો હોવા છતાં કેટલાક ‘ હિસાબ ‘માં વહેલા મોડું થઈ જતા અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ વિટ્રીફાઇડ યુનિટમાં પણ હિસાબમાં વહેલા મોડાને કારણે CGST અધિકારીઓ દ્વારા સર્ચ સર્વે હાથ ધરાયો હતો પરંતુ બાદમાં સમુનમુ થઈ જતા પાંચ કલાકમાં સર્વે આટોપી લેવાયો હતો.

આમ, મોરબીમાં દિવાળી નજીક આવતા જ હિસાબમાં વહેલા મોડાના કારણે CGST દ્વારા ઉદ્યોગકારોને દબાવવા સોફ્ટવેર એન્જીનિયરને સાથે રાખી CGSTએ સર્ચના નાટક શરૂ કરતાં સિરામિક ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી છે.

- text