તળાવ કૌભાંડમાં હળવદ ધારાસભ્ય સાબરીયાની પોલીસ દ્વારા પૂછપરછ

- text


ગઈકાલે મોડી રાત્રે એ ડિવિઝન પોલીસે ધારાસભ્ય અને તેમના નજીકના સાથીને મોરબી લઈ આવી

મોરબી : મોરબી જિલ્લાને હચમચાવી નખનાર ૩૦ કરોડના નાની સિંચાઈ યોજનામાં તપાસનીશ એ ડિવિઝન પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને તેમના નજીકના સાથીદારને એ ડિવિઝન પોલીસ મથકે લાવી પૂછપરછ શરૂ કરતાં સનસનાટી મચી ગઇ છે.

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ, માળીયા, મોરબી સહિતના તાલુકાઓમાં તળાવ ઊંડા ઉતારવા અને તળાવના રીનોવેશન કરવાના નામે મોરબી જિલ્લાના તત્કાલીન કાર્યપાલક ઈજનેર અને તેના મળતિયા કન્સલ્ટિંગ એજન્સીના માલીક દ્વારા ખોટા અંદાજો અને નકશા બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવતા આ મામલે કાર્યપાલક ઈજનેર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા એ-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી ચાર આરોપીઓને ઝડપી લઈ કૌભાંડના મૂળ સુધી પહોંચવા ૧૨ થી વધુ ગામોમાં સ્થળ તપાસ પણ કરી હતી જેમાં ગત મોડી રાત્રે હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને તેમના નજીકના સાથીદારને મોરબી લાવી પૂછપરછ કરવામાં આવી છે

- text

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાનાં કરોડો રૂપિયાના નાની સિંચાઈ યોજનાના તળાવ કૌભાંડમાં અનેક મોટાગજાના રાજકારણીઓના નામ પણ ઉછળી રહ્યા છે અને રાજકીય પક્ષના સંગઠનના હોદેદારોની પણ સંડોવણી આ પ્રકરણમાં ખુલે તેવી દહેશત વચ્ચે હળવદ ધારાસભ્ય પોલીસના મહેમાન બનતા ખળભળાટ મચી ગયો છે.

- text