આધાર ! આવો નિરાધારનો આધાર બનીએ : મોરબી પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા અનોખી ઝુંબેશ

- text


મોરબી પટેલ સોશ્યલ ગ્રુપ એલ.ઇ. કોલેજ ગ્રુપ દ્વારા અનોખી ઝુંબેશ : લોકોના જુના કપડાં એકત્રિત કરી જરૂરતમંદોને પહોંચાડશે

મોરબી : આપવાનો આનંદમાં માનતા મોરબીના પટેલ ગ્રુપ એલ.ઇ.કોલેજ સ્ટુડન્ટસ દ્વારા દિવાળીના તહેવાર અંતર્ગત અનોખી ઝુંબેશ શરૂ કરી બિનજરૂરી જુના કપડાં અને ચીજવસ્તુઓ એકત્રિત કરી જરૂરતમંદ લોકો સુધી પહોચડવા સેવા યજ્ઞ શરૂ કરાયો છે.

આધાર શીર્ષક હેઠળ શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત પટેલ સોશ્યલ ગ્રુપ એલ.ઇ.કોલેજ સ્ટુડન્ટસ દ્વારા તા. ૨૪ થી ૨૭ દરમિયાન મોરબીના અલગ – અલગ વિસ્તારમાં સ્ટોલ નાખી લોકોને પોતાની જૂની ચીજ વસ્તુઓ અને કપડાં આપવા અપીલ કરવામાં આવી છે.

- text

વધુમાં સ્ટુડન્ટસ દ્વારા બાપા સીતારામ ચોક, રવાપર રોડ, રામેશ્વર મંદિર, કેનાલ ચોક્ડી ઉમિયા પાર્ક અને વાવડી રોડ ખાતે સ્ટોલ ઉભા કરી લોકોને બિનજરૂરી કપડાં અને વસ્તુઓ એકત્રિત કરવામાં આવી રહી છે.

આ ઝુંબેશમાં આપ પણ જોડાવા ઇચ્છતા હોય તો વધુ માહિતી માટે પેથાણી અજય મો. ૯૬૮૭૮ ૭૬૮૧૫, ભુવા રવિ મો.૭૬૦૦૭ ૩૭૨૪૯, સંદિપ ભાદાણી મો. ૭૫૬૭૬૬૪૪૬૨ અને કૃતિક આસોદરીયા ૯૦૮૧૪ ૬૬૫૦૩ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text