મોરબીમાં મેકડોવેલ નંબર વન ની ૭૮ બોટલ સાથે બુટલેગર ઝડપાયો

- text


સો ઓરડી નજીક એક્ટિવા ઉપર દારૂ લઈને નીકળ્યો અને ઝપટે ચડ્યો

મોરબી : “મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સો ઓરડી નજીકથી મેકડોવેલ નંબર વનની ૭૮ બોટલ દારૂ લઈને નીકળેલા બૂટલેગરને એક્ટિવા સાથે ઝડપી લીધો હતો.

મોરબી બી ડીવીઝન પીઆઇ આર.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી. જાડેજા અને સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન સો ઓરડી રામાપીર મંદિર નજીકથી એક્ટિવા લઈને નીકળેલા જીગ્નેશભાઇ મનસુખભાઇ મેમદાવાદી, ઉવ ૧૯ ધંધો મજુરી, રહે. સો ઓરડી શેરી નં ૨ મોરબી-૨ વાળાને ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ મેકડોલ નંબર-૧ ની બોટલો નંગ-૭૮ કિ.રૂ.૨૭,૩૦૦ તથા એકટીવા મોટરસાયકલની કિ.રૂ.૨૫,૦૦૦ કુલ મુદામાલ કિ.રૂ.૫૨,૩૦૦ સાથે ઝડપી લીધો હતો.

- text

પોલીસની આ સફળ કામગીરી કોન્સ.પરેશભાઇ પરમાર, પો.હેડ.કોન્સ.જે.કે.ઝાલા, ક્રિપાલસિંહ વી ચાવડા, પો.કોન્સ. એ.પી.જાડેજા, ભરતભાઇ એસ. હુંબલ, મહાવિરસિંહ પરમાર, વનરાજભાઇ એમ ચાવડા, રાજેશભાઇ ડાંગર તથા યશવંતસિંહ દ્વારા કરવામાં આવી હતી.

- text