વાંકાનેરની મહિલા તરણેતર સાધુ પાસેથી ગાંજો લાવ્યાની કબૂલાત

- text


ગાંજો વેચી પૈસા કમાવવા ૧૫ દિવસથી ધંધો શરૂ કર્યો હતો

મોરબી : આજે વહેલી સવારે વાંકાનેરના હસનપર ગામની મહિલાને મોરબી એસઓજી ટીમે ૪૮૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા બાદ જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં મહિલા તરણેતરથી સાધુ પાસેથી ગાંજો લાવી વેચાણ ચાલુ કર્યાની કબૂલાત આપી હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, એસઓજી ટીમે બાતમીને આધારે કેસરબાગ નજીકથી મદીનાબેન યુનુસભાઇ સમયપોત્રા, ઉવ.ર૬ રહે.હસનપર તા.વાંકાનેર જી.મોરબી વાળી ગેર-કાયદેસર કેફી પદાર્થ ગાંજો ૪૮૦ ગ્રામ, કી.ર૮૮૦ તથા રોકડ રકમ રૂપીયા ૮૦૦ તથા પર્સ કી.રૂ.૫૦ મળી કુલ કી.રૂ.૩૭૩૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

વધુમાં મજૂરીકામ કરતા મદીનાબેને છેલ્લા ૧૫ દિવસથી વધુ નાણાં કમાવવા ગાંજાનું વેચાણ ચાલુ કર્યું હોવાનું અને આ ગાંજો તરણેતર નજીક કોઈ સાધુ પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપતા પોલીસે તરણેતરના સાધુને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

- text