ચાલો, ફૂંક મારો, નવરાત્રીમાં પીધેલાઓને પકડવા મોરબી પોલીસ મેદાને

- text


મોરબીમાં નવરાત્રિને પગલે પોલીસ બ્રેથ એનાલિસીસ મશીન સાથે ચેકીંગમાં ઉતરતા પ્યાસીઓમાં ફફડાટ

મોરબી : મોરબી શહેરમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવના વધી રહેલા કિસ્સાઓને પગલે મોરબી પોલીસે બ્રેથ એનાલિસિસ મશીન વડે ચેકીંગ હાથ ધરી શંકાસ્પદ ઇસમોને ફૂંક મરાવવાનું ચાલુ કરતા પ્યાસીઓ આત્માઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

- text

મોરબીમાં દરરોજ દેશી વિદેશી દારૂ પકડવાની સાથે પીધેલાઓની સંખ્યા પણ ઉતરોતર વધી રહી હોય નવરાત્રી દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુથી પોલીસે રાત્રીના સમયે પેટ્રોલિંગ વધારવાની સાથે બ્રેથ એનાલિસિસ મશીન વડે શંકાસ્પદ જણાતા લોકોને મશીનમાં ફૂંક મરાવવાનું શરૂ કરતાં પ્યાસી આત્માઓને રૂટ બદલવા પડ્યા છે અને કાં તો ઘરમાં જ રહેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

બીજી તરફ પોલીસ બ્રેથ એનાલિસિસ મશીન સાથે મેદાને આવતા નવરાત્રી મહોત્સવની મજા લેવા નીકળતા સજ્જન પરિવારોમાં રાહતની લાગણી પ્રસરી છે.

 

 

- text